Some Populer Post

  • Home  
  • Exclusive : ‘કામ એકસરખું, હક્ક અલગ!’ અરવલ્લી જિલ્લામાં આઉટસોર્સિંગ, કરાર આધારિત, ડ્રાઈવર અને રોજમદાર કર્મચારીઓની વેદના ઉઘડી
- Top News

Exclusive : ‘કામ એકસરખું, હક્ક અલગ!’ અરવલ્લી જિલ્લામાં આઉટસોર્સિંગ, કરાર આધારિત, ડ્રાઈવર અને રોજમદાર કર્મચારીઓની વેદના ઉઘડી

[…]

WhatsApp Image 2026 02 12 at 8.49.20 PM

અરવલ્લી I અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં વિવિધ શાખાઓમાં કામ કરતા આઉટસોર્સિંગ, કરાર આધારિત, ડ્રાઈવર તેમજ રોજમદાર કર્મચારીઓની પરિસ્થિતિ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. ‘ઢોલ મોટા, પોલ ખાલી’ જેવી સ્થિતિ વચ્ચે આ કર્મચારીઓ વર્ષો સુધી કામ કરે છે, પરંતુ તેમને સરકારી કર્મચારીઓ જેવા હક્કો અને લાભો મળતા નથી. અરવલ્લી જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની સાથે બેઠકો યોજે છે, તેમની સમસ્યાઓ, પગાર, પેન્શન સહિતની ચર્ચાઓ થાય છે, પરંતુ આ અધિકારીઓ જેમના પર નિર્ભર છે, તેવા આઉટસોર્સિંગ, કરાર આધારિત અને રોજમદારો પર નિર્ભર છે, તેમના વિશે અને તેમની પરિસ્થિત પર ધ્યાન આપવા તૈયાર જ નથી. આવું કેમ તે સવાલ મેરા ગુજરાત અરવલ્લી  જિલ્લા કલેક્ટરને પૂછે છે.

  • કામ સરખું, લાભોમાં ભેદભાવ?
    અરવલ્લી જિલ્લાની અનેક કચેરીઓમાં આઉટસોર્સિંગ, કરાર આધારિત કર્મચારીઓ સરકારી કર્મચારીઓ જેટલું જ કામ કરે છે લગભત તેના કરતા પણ વધારે. છતાં
  • સરકારી કર્મચારીઓને મળતી રજાઓનો અભાવ (કેટલાક વિભાગો)
  • ઓછો અને અનિયમિત પગાર
  • મેડિકલ, વીમા અને અન્ય સુવિધાઓથી વંચિત

એક કર્મચારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું: ‘હાથ કાંપે તોય કામ કરવું પડે, પણ હક્ક માંગીએ તો ‘ઉંટ પહાડ નીચે’ જેવી સ્થિતિ થાય છે.’

પગાર કાપ અને PF અંગે સવાલો
કેટલાક આઉટસોર્સિંગ કર્મચારીઓ અને ડ્રાઈવર સાથે વાતચીતમાં એવું પણ જાણવા મળ્યું છે કે, પગારમાંથી કપાત થતી રકમ અંગે પારદર્શિતા નથી. “પગાર ક્યાં કપાઈ જાય છે?” તે અંગે સ્પષ્ટતા નથી. PF (પ્રોવિડન્ટ ફંડ) કપાત થતી હોવા છતાં, PF ખાતામાં સમયસર જમા થતું નથી, તેવી પણ ફરિયાદો ઉઠી રહી છે.

‘હક્ક વગરની નોકરી’નો આરોપ
કર્મચારીઓનું કહેવું છે કે, તેઓ વર્ષો સુધી સતત સેવા આપે છે, છતાં તેમને સ્થાયી નોકરીની સુરક્ષા કે નિયમિત પગાર મળતો નથી. ‘ભઠ્ઠી અમારી અને રોટલી કોઈ બીજાની’ — એવી કહેવત હાલ તેમની પરિસ્થિતિને યોગ્ય રીતે વ્યક્ત કરે છે.

  • ઉચ્ચ અધિકારીઓને હસ્તક્ષેપની માંગ
    અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપી કર્મચારીઓની વેદના સાંભળવી જોઈએ, એવી માંગ ઉઠી છે.
    કર્મચારીઓની સ્પષ્ટ માંગ છે કે:
  • પગાર અને કપાતની પારદર્શક માહિતી આપવામાં આવે
  • PF નિયમિત જમા થાય તેની ખાતરી કરાય
  • સરકારી કર્મચારીઓ સમાન મૂળભૂત સુવિધાઓ આપવામાં આવે
  • વર્ષ દરમિયાનની જાહેર રજાઓ આપવામાં આવે (24 કલાક ચાલું રહેતી કચેરીઓમાં અન્ય દિવસોમાં એડજસ્ટ થાય)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page