ઈઝરાયલી અને યુએસ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. ઈરાની મીડિયાએ પોતે આ પુષ્ટિ કરી છે, અને 40 દિવસનો શોક અને એક અઠવાડિયાની જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે. ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે શનિવારે સવારે સુપ્રીમ લીડરનું તેમના કાર્યાલય પર થયેલા હુમલામાં મૃત્યુ થયું હતું. અગાઉ, હુમલામાં તેમના જમાઈ, પુત્રવધૂ અને પૌત્રીનું મૃત્યુ થયું હતું. ઇઝરાયલી દળોએ તેમના ઘર અને કાર્યાલય પર મિસાઇલો ચલાવી હતી.
ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુ પર એક નિવેદન જારી કર્યું છે. IRGC કહે છે, “સર્વોચ્ચ નેતા ખામેનીના શહીદ થયા છે. અમે અમારા સર્વોચ્ચ નેતા ગુમાવ્યા છે. જલ્લાદોએ અમારા નેતાને મારી નાખ્યા છે, પરંતુ આનો બદલો લેવામાં આવશે. સુપ્રીમ લીડર ખામેનીના મૃત્યુનો જવાબ આપવામાં આવશે. આ ગુનાને માફ કરવામાં આવશે નહીં. દુશ્મન પર ફરીથી હુમલો કરવામાં આવશે. ઇતિહાસનો સૌથી મોટો હુમલો કરવામાં આવશે.”
અત્રે ઉલ્લેખનિય છે કે, આરબ દેશો પણ અલી ખામેનીના મૃત્યુ પર શોક મનાવી રહ્યા છે. આરબ દેશોમાં ત્રણ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. મુસ્લિમ ધાર્મિક નેતાઓએ પણ શોક અવધિની જાહેરાત કરી છે.



