દારૂ પીને છાકટા બનેલા રોમિયો હાઈસ્પીડ બાઈક પર બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓની ઠઠ્ઠા મશ્કરી કરતા ભયનો માહોલ
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યના અનેક
વિસ્તારોમાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂની હાટડીઓ ધમધમે છે.
પોલીસતંત્રની રહેમનજરે હેઠળ દારૂના સ્ટેન્ડ અનેક સ્થળે ચાલતા હોવાની બૂમો વારંવાર ઉઠતી રહે છે હપ્તા સિસ્ટમના લીધી દારૂનો વેપલો બેફામ થઈ રહ્યો હોવાનું જગજાહેર છે ત્યારે અરવલ્લી જીલ્લાના સાઠંબા નગરના બાયડ રોડ પર આવેલ હાઈસ્કૂલના ગેટની સામે સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ દેશી-વિદેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હોવાની બૂમો ઉઠી છે ત્યારે જીલ્લા પોલીસવડા દારૂનો અડ્ડો બંધ કરાવે ની લોકમાંગ પ્રબળ બની છે
પ્રાપ્ત માહિતી અનુસાર, સાઠંબા નગરના બાયડ રોડ પર આવેલ હાઈસ્કૂલ સામે એક ઢાબા અને દુકાનમાં બે બુટલેગર બ્રધર્સે આઠ થી દસ માણસો રાખી ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂનો અડ્ડો ચલાવતા હોવાથી બીયર બાર જેવું વાતાવરણ ઊભું કરી દેવામાં આવ્યું છે આ અડ્ડા પર મોટી સંખ્યામાં દારૂડિયાઓ દારૂ ઢીંચવા સમગ્ર પંથકમાંથી ઉમટી પડી પડે છે પોલીસની આંખ આડે કાન કરવાની નીતિને પગલે ઢાબા પર બેઠકની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે આશ્ચર્યની વાત એ છે કે, કોઈપણ પ્રકારની રોકટોક વગર ખુલ્લેઆમ લોકો અહીં દારૂનું સેવન કરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
સાઠંબાના બાયડ રોડ પર આવેલી હાઈસ્કૂલની સામે ફક્ત સો મીટરના અંતરે આવેલા દારૂના અડ્ડા પર અસામાજીક તત્વો પડ્યા પાથર્યા રહેતા હોવાથી હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓના ભયનો માહોલ જોવા મળી રહ્યો છે રોડ પર અને બસ સ્ટેન્ડ પર સાંજના સુમારે દારૂના નશામાં મદમસ્ત બની હાઈસ્પીડ બાઈક હંકારી ડરનો માહોલ પેદા કરી રહ્યા છે ઢાબા અને દુકાનમાં ચાલતા અડ્ડા પર પોલીસની મહેરબાની હોવાની બૂમો ઉઠી રહી છે ત્યારે સ્થાનિક પોલીસ તેની સાખ બચાવવા દારૂનો ખુલ્લેઆમ ચાલતો દારૂનો અડ્ડા પર રેડ કરી બુટલેગરોને કાયદાના પાઠ ભણાવેની લોકમાંગ પ્રબળ બની છે






