32.6 C
Gujarat
Monday, August 3, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા શહેર બન્યું ગોકુળિયું નગર, રોડ રસ્તા પર ઠેર ઠેર...

અરવલ્લી : મોડાસા શહેર બન્યું ગોકુળિયું નગર, રોડ રસ્તા પર ઠેર ઠેર ગાયોના ધણ, સોશ્યલ મીડિયામાં જન આક્રોશ

0
47

માર્ગો પર રખડતા પશુઓનો આતંક વાહનચાલકોના માથે મંડરાતું મોત,નગરપાલિકા મૂક પ્રેક્ષક બની રહ્યું છે
રખડતા પશુઓના ધણનો હાઇવે પર અડીંગાથી અકસ્માત સર્જાય છે

ચોમાસાની ઋતુ ચાલુ થતા જ મોડાસા શહેરના રોડ રસ્તાઓ પર ગાય સહિત રખડતા પશુઓ અડિંગો જમાવી બેસી જાય છે. રસ્તા પર ગાયો બેસી જવાના કારણે અકસ્માત સર્જાવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે. શહેરના મેઘરજ રોડ, ડીપ વિસ્તાર અને માલપુર રોડ પર રખડતા ઢોરનો અસહ્ય ત્રાસના પગલે શહેરીજનો નગરપાલિકા તંત્રની કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે

મોડાસા શહેરમાં રખડતા ઢોરની અડફેટે અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે નગરપાલિકા તંત્ર રસ્તા પરથી ગાયોના ધણ હટાવવાની કામગીરીની માંગ સાથે સોશ્યલ મીડિયામાં જંગ છેડી દીધો છે આગામી સમયમાં જન આંદોલન કરવાની ચીમકી પણ જાગૃત નાગરિકોએ ઉઠાવી છે

મોડાસા શહેરના માર્ગો પર તેમજ આજુબાજુથી પસાર થતા હાઇવે રોડ પર બેઠેલી ગાયોની ભરમાર જોવા મળે છે અનેક અકસ્માત થવા છતા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અનેક લોકો રખડતા ઢોરની અડફેટે ચઢી અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે સોશ્યલ મીડિયામાં જાગૃત નાગરિકોએ રોડ રસ્તા પરથી રખડતા ઢોર હટાવો અંગેની ઝુંબેશ ચલાવી છે શહેરના માર્ગો પર ગાયોના ધણ ઉતરી પડતા રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકનો જીવ જોખમે ડરના માર્યા પસાર થવા મજબૂર બની રહ્યા છે

મોડાસા શહેર નગરપાલિકા વોર્ડમાં વોટ્સએપ ગ્રુપમાં ભાજપ સંચાલિત નગરપાલિકા ખોબલે ખોબલે મત મેળવ્યા પછી શહેરીજનોની પ્રાથમિક સુવિધા અંગે પદાધિકારીઓ અને તંત્ર આંખ આડા કાન કરતું હોવાની અને રોડ રસ્તા પરથી ગાય સહિત રખડતા પશુઓ હટાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો ગુસ્સો ઠાલવવામાં આવી રહ્યો છે શહેરના માર્ગો પરથી રખડતી ગાયો હટાવવા અંગે નગરપાલિકા તંત્ર કોઈ નક્કર કાર્યવાહી નહીં કરે તો આગામી સમયમાં નગર પાલિકા તંત્ર સામે આંદોલન કરવાની ચીમકી પણ લોકો ઉચ્ચારી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!