અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના રોડ રસ્તા પર અને જાહેર સ્થળોએ રખડતા પશુઓનો રીતસર આતંક જોવા મળી રહ્યો છે રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમ ઉભું કરતા રખડતા ઢોરને નગર પાલિકા તંત્ર દ્વારા પાંજરે પૂરવામાં આવેની શહેરીજનોની માંગને સમાચાર રૂપી મેરા ગુજરાતમાં વાચા આપતા નગર પાલિકા તંત્ર સફાળું જાગી છેલ્લા બે દિવસથી રોડ રસ્તાઓ પર રખડતા પશુઓને પાંજરે કવાયત તેજ કરી મેઘરજ રોડ પરથી ૨૦થી વધુ રખડતા પશુઓને પાંજરે પુરવામાં આવ્યા હતા જોકે નગરપાલિકા તંત્ર જાહેર સ્થળોએ રખડતા પશુઓને પાંજરે પુરવા નક્કર કામગીરી કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે
મોડાસા શહેરના માલપુર રોડ,મેઘરજ રોડ,ડીપ વિસ્તાર અને કોલેજ રોડ પર રખડતા પશુઓના ટોળેટોળા રોડ પર ઉતરી આવે છે શહેરના અનેક રાહદારીઓ અને વાહન ચાલકો સતત રખડતા ઢોરના આતંકનો ભોગ બની રહ્યા છે અનેક લોકોએ રખડતા પશુઓની અડફેટે જીવ ગુમાવ્યો છે ત્યારે રોડ રસ્તા અને સોસાયટી વિસ્તારમાં રખડતા પશુઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાથી સોશ્યલ મીડિયામાં રખડતા ઢોર પાંજરે પૂરવા નગરપાલિકા તંત્ર યોગ્ય કાર્યવાહી કરેની માંગ પ્રબળ બનતા નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાબડતોડ છેલ્લા બે દિવસથી રખડતા પશુઓને ઝડપી પાડવા કવાયત તેજ કરી ૨૦થી વધુ ગાય અને આખલા ને પાંજરે પુરવામાં આવતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે






