31.9 C
Gujarat
Thursday, August 6, 2026
Home ક્રાઇમ Crime શ્રી સાંવરીયા પરોઠા હાઉસ હોટલમાં CCTV કેમેરા ન લગાવનાર સંચાલક સામે SOGની...

શ્રી સાંવરીયા પરોઠા હાઉસ હોટલમાં CCTV કેમેરા ન લગાવનાર સંચાલક સામે SOGની કાર્યવાહી

0
15

અરવલ્લી જિલ્લાના ભિલોડા વિસ્તારમાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવાના મામલે એસ.ઓ.જી. પોલીસે હોટલ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. ચૌધરીની આગેવાનીમાં એસ.ઓ.જી. ટીમે ભિલોડા પોલીસ મથકની હદમાં ધોલવાણી–ભિલોડા હાઇવે પર બાલાજી મોટર્સ સામે આવેલી શ્રી સાંવરીયા પરોઠા હાઉસ હોટલમાં તપાસ કરી હતી.તપાસ દરમિયાન હોટલમાં ફરજિયાત CCTV કેમેરા સ્થાપિત ન કરાયા હોવાનું સામે આવતા, જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ હોટલ સંચાલક રમેશભાઈ સબળાજી ભગોરા (ઉ.વ. 48) સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 હેઠળ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!