29.5 C
Gujarat
Saturday, August 15, 2026
Home ગુજરાત News from Gujarat મોડાસા શહેર દેશભક્તિના રંગે રંગાયું : મોડાસામા 80મા સ્વાતંત્ર્ય દિવસની રંગારંગ...

મોડાસા શહેર દેશભક્તિના રંગે રંગાયું : મોડાસામા 80મા સ્વાતંત્ર્ય દિવસની રંગારંગ દબદબાભેર ભવ્ય ઉજવણી

0
99

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ૧૫ ઓગસ્ટ
80મા સ્વાતંત્ર્ય પર્વની આન,બાન,શાન સાથે રાષ્ટ્રઘ્વજ ત્રિરંગા લહેરાવી સલામી આપી રંગારંગ દબદબાભેર ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.મોડાસા શહેરમાં 80મા સ્વાતંત્ર્ય દિવસ નીમીત્તે શહેરની સરકારી કચેરીઓ સહીત શહેર પણ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું શહેરના દરેક વિસ્તારમાં દેશભક્તિના ગીતો સતત દિવસભર ગુંજતા રહ્યા હતા.શહેરના નગરજનોમા 80મા સ્વાતંત્ર્ય દિવસનો અલભ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો

મોડાસા શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ,સરકારી કચેરીઓ, નગરપાલિકા,તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત,રાજકીય પક્ષોએ અને શહેરીજનોએ 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી યાદગાર બનાવ્યો હતો શહેરીજનો તેમના નજીકના વિસ્તારમાં થતા ઘ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહી ત્રિરંગાને સલામી આપી હતી મોડાસા શહેર દેશભક્તિના રંગે રહ્યું હતું

મોડાસા શહેરમાં લાયન્સ ક્લબ, નગરપાલિકા, શૈક્ષણિક સંસ્થાઓ જેવીકે મોડાસા કેળવણી મંડળ, ઘી.મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ,મખદૂમ કેળવણી મંડળ,મદની હાઈસ્કૂલ, સરસ્વતી વિદ્યાલય,ઘી ઘાંચી હાઈસ્કૂલ, કરમિયા ગર્લ્સ હાઈસ્કૂલ, સરસ્વતી બાલ મંદિર મંડળ, સહીત અર્ધ સરકારી કચેરીઓ દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસ નીમીત્તે ઘ્વજવંદન,વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો,દેશભક્તિ ભાવના ઉજાગર કરતા નાટકો અને સ્વાતંત્ર્ય પર્વનું મહત્વ સમજાવતા પ્રવચનો અને વક્તૃત્વ નું આયોજન કરવાની સાથે અભ્યાસમાં અને રમત-ગમત સહીત વિવિધ ક્ષેત્ર ઉતૃકૃષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું શૈક્ષણિક સેવાઓમાં અગ્રેસર અને મધ્યમ અને ગરીબ વર્ગ ના બાળકોમાં ઉચ્ચ શિક્ષણ આપતી સરસ્વતી બાલ મંદિર મંડળ ની રત્નદીપ સોસાયટીની શાખામાં 80મા સ્વાતંત્ર્યમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!