32.2 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી LCB એ શામળાજીની મંગલમૂર્તિ હોટેલમાંથી હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપ્યું, હિંમતનગરના 11 જુગારીના...

અરવલ્લી LCB એ શામળાજીની મંગલમૂર્તિ હોટેલમાંથી હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપ્યું, હિંમતનગરના 11 જુગારીના નામ વાંચો

0
  • અમદાવાદ મનપસંદ જીમખાનાની મોડાસ ઓપરન્ડીસથી રમતો હતો જુગાર
  • પોલીસ પકડથી બચવા પૈસાના બદલે પ્લાસ્ટિકના કોઈન જુગાર રમવા આપતા હતા
  • શામળાજી પોલીસની નાક નીચે ચાલતા જુગારધામનો પર્દાફાશ થતા કામગીરી સામે અનેક સવાલ
  • હોટલનો માલિક લલિત પટેલ અને તેનો મિત્ર અશોક પટેલ જુગાર રમાડતા હતા

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસે શામળાજીની નામાંકિત મંગલમૂર્તિ હોટલમાં ધમ ધમતા હાઈ પ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કરી 1.15 લાખ રોકડા મળી રૂ.14.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હિંમતનગરના 11 શકુનીઓને દબોચી લીધા હતા જુગારીઓને
હિંમતનગરથી જુગાર રમવા કારમાં લાવવામાં આવતા હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એમ. એચ. ઝાલા અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા શામળાજી બ્રિજ નીચે આવેલ હોટલ મંગલમૂર્તિનો માલિક લલિત ચંદુ પટેલ તેના સાગરીત અશોક રમણલાલ મારફતે બહારથી જુગારીઓ લાવી પૈસાના બદલામાં પ્લાસ્ટિક ટોકન આપી તીન પત્તીનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે બાતમી આધારિત હોટલના રૂમ.નં 206નો દરવાજો ખોલતાની સાથે બે પલંગ પર કુંડાળુ વાળી જુગાર રમતા ખેલીઓના મોતિયા મરી ગયા હતા પોલીસે 11 શકુનીઓને ઝડપી પાડી હારજીતની બાજી પર લગાવેલા 1.06 લાખ રૂપિયા રોકડા,જુગારીઓની અંગજડતીમાં મળી આવેલ રૂપિયા 9400 તેમજ મોબાઇલ નંગ -13 અને કાર મળી કુલ.રૂ.14.35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી હોટલ માલિક લલિત ચંદુલાલ પટેલ (રહે,નવા હિંમતનગર) અને 11 જુગારીઓ સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

હિંમતનગરના જુગારીઓના નામ વાંચો
૧)અશોક રમણલાલ પટેલ (રહે,સુથારસમાજ વાડીની બાજુમાં)
૨)અનિલસિંહ ઇન્દ્રજીતસિંહ હોંડા(રહે,૩૨ સાગર સોસાયટી)
૩)ઈશ્વર ધરમચંદભાઈ પ્રજાપતિ (રહે,છાપરીયા ચાર રસ્તા)
૪)રવી કિશનલાલ કહાર (છાપરીયા)
૫)કૈલાશ મણીભાઈ ખટીક (બી-ડિવિઝન પો.સ્ટે.સામે)
૬)જયેશ રામપ્રસાદ વ્યાસ (મહાવીરનગર)
૭)જશ્મિન ગુણવંતભાઈ શાહ (મહાવીરનગર)
૮)ભરત મોહનભાઈ રાઠોડ (મહાવીર નગર )
૯)સંદીપ વિનુભાઈ રામી (છાપરીયા)
૧૦)રોહિતસિંહ ગુણવંતસિંહ ચૌહાણ (નવા બળવંતપુરા)
૧૧)ચંદ્રકાંત રમણલાલ પટેલ (રહે,સન્માન સોસાયટી)

અમદાવાદ મનપસંદ જીમખાના જુગારધામ જેવી મોડસ ઓપરંડીસ
હોટલ મંગલમૂર્તિનો માલિક લલિત પટેલ તેના સાગરીત મારફતે હિંમતનગર સહીત બહારથી ખેલીઓને બોલાવી જુગાર રમાડતા હતા જુગારીઓને રૂ. 1000ના બદલમાં ગુલાબી પ્લાસ્ટિક ટોકન,500ના બદલામાં વાદળી,200 ના બદલામાં લીલો અને 100ના બદલામાં પોપટી પ્લાસ્ટિકના ટોકન આપતા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!