25.1 C
Gujarat
Friday, September 18, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : સુપ્રસિદ્ધ તીર્થ સ્થાનો પર લક્ઝયુરિયસ કારમાં પહોંચી ચેઇન સ્નેચિંગ કરતી...

અરવલ્લી : સુપ્રસિદ્ધ તીર્થ સ્થાનો પર લક્ઝયુરિયસ કારમાં પહોંચી ચેઇન સ્નેચિંગ કરતી હરીયાણી ગેંગને LCBએ દબોચી

0

LCBની સતર્કતાથી મુંબઈ ગણેશ મહોત્સવમાં ભીડમાં ચેઇન સ્નેચિંગ કરવા અલ્કાજાર કારમાં નીકળેલ હરીયાણી ગેંગ જેલના સળિયા પાછળ

પાયલ નામની યુવતી હરીયાણી ગેંગમાં સામેલ અનેક ચેઇન સ્નેચિંગ ઘટનાને અંજામ આપ્યો 

હરીયાણી ગેંગ ભાડે રાખેલી લક્ઝયુરિયસ કાર ચેઇન સ્નેચિંગની ઘટનામાં ઉપયોગમાં લેતી હતી 

અરવલ્લી જીલ્લા પોલીસેવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર વણ ઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલવા માટે બાતમીદારો અને ટેકનિકલ એનાલિસ તેમજ ઘટનાસ્થળના સીસીટીવી રેકોર્ડિંગની મદદથી ગુન્હાઓનો ભેદ ઝડપથી ઉકેલી કાઢી આરોપીઓને જેલ પાછળ ધકેલી રહી છે જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દેશના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને મોટા ધાર્મિક પ્રસંગમાં ભીડનો લાભ લઇ ચેઇન સ્નેચિંગ કરતી હરીયાણી ગેંગના ત્રણ સાગરીતો ને વાંટાડા ટોલપ્લાઝા નજીક અલ્કાજાર કાર માંથી ઝડપી પાડી 11.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી શામળાજી મંદિરમાં ચેઇન સ્નેચિંગ સહીત 7 વણ ઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

 

અરવલ્લી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે જન્માષ્ટમીના દિવસે શામળાજી મંદિરમાંથી ચેઇન સ્નેચિંગની ઘટનાના ગુન્હાનો ભેદ ઉકેલવા કમર કસી હતી શામળાજી મંદિરના સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ અને મોબાઇલ એનાલિસ કરી બાતમીદારો સક્રિય કર્યા હતા એલસીબી ટીમે શામળાજી હિંમતનગર હાઇવે પર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વાંટાડા ટોલપ્લાઝા નજીક વાહનોનું ચેકીંગ હાથધરી શંકાસ્પદ ઝડપ સાથે આવતી અલ્કજાર કારને અટકાવવા જતા કાર રોડ સાઈડ ઉભી રાખી કારમાં રહેલા ત્રણ ચેઇન સ્નેચર ભાગવા જતા ત્રણેને દબોચી લીધા હતા

 

અરવલ્લી એલસીબીએ હરિયાણાના 1) નરેશ ઉર્ફે સુરેશ મહેન્દ્ર બડગુજર (રહે,આંતરચટ્ટા),2)કનૈયા વિજયસિંગ ચોખા (રહે,રસુલપુર ફાટક) અને 3)રોહિત પપ્પુસીંગ બડગુજર (રહે,ગડ્ડા કોલોની)ની આગવી ઢબે પૂછતાછ કરતા જન્માષ્ટમીના દિવસે શામળાજી મંદિરમાંથી ચેઇન સ્નેચિંગ કરી તેમના ગામમાં બાઈક પર સોના ચાંદીના ખરીદ કરતા વેપારીને 2.70 લાખ માં વેચી મારી પૈસા ગેંગના સાગરીતોએ વહેંચી લીધા હોવાની કબૂલાત કરી અલ્કજાર ગાડીમાં મુંબઈમાં ગણેશ મહોત્સવમાં ભીડનો લાભ લઇ ચેઇન સ્નેચિંગ કરવા નીકળ્યા હોવાનું જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી

 

એલસીબી પોલીસે ત્રણે આરોપીઓ પાસેથી 1.25 લાખ રોકડા,ચાર મોબાઇલ અને કાર મળી રૂ.11.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી શામળાજી સહીત ગુજરાત તેમજ મહારાષ્ટ્ર,યુપી અને એમપી રાજ્યોમાં આચરેલ 7 વણ ઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલી નાખી ચેઇન સ્નેચિંગ ગેંગના ફરાર 1)પાયલ પપ્પુસીંગ બડગુજર, 2)મનોજ મુન્નાલાલ બડગુજર અને 3)વિજય રાજેન્દ્ર વાલ્મિકી (ત્રણે,રહે. હરિયાણા)ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!