મતદારો નક્કી કરશે ઉમેદવારોનું ભાવી,૧૦ ખેડૂત વિભાગમાં ૨૫ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે
4 વેપારી વિભાગમાં બેઠકો બિનહરીફ,સહકાર વિભાગમાં 2 બેઠકો બિનહરીફ
ભિલોડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આગામી ચૂંટણીને લઈને સહકારી અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.ચૂંટણી અધિકારી તથા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, અરવલ્લીના યુવરાજસિંહ ચૌહાણ દ્વારા આ ચૂંટણી અંગેની વિસ્તૃત વિગતો જાહેર કરવામાં આવી છે.
આગામી ૨૮મી તારીખે યોજાનાર મતદાનને લઈ ખેડૂત વિભાગમાં ભારે રસાકસીભર્યો જંગ જામવાની પૂરી સંભાવના છે. આ ચૂંટણીમાં કુલ ૫૫૮ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મેદાનમાં રહેલા ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે
વિભાગવાર ચૂંટણીનું ચિત્ર
ખેડૂત વિભાગમાં ચકાસણી અને ઉમેદવારીપત્રો પરત ખેંચવાની પ્રક્રિયા અંતર્ગત ખેડૂત વિભાગમાંથી કુલ ૫૮ ઉમેદવારીપત્રો પરત ખેંચાયા છે. હવે અંતે મેદાનમાં રહેલા ૨૫ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા અને ચૂંટણી યોજાશે. વેપારી વિભાગમાં વેપારી વિભાગમાં ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે અને આ વિભાગની બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે સહકાર વિભાગમાં સહકાર વિભાગમાં પણ ઉમેદવારી ફોર્મની સ્થિતિ સ્પષ્ટ થતાં આ વિભાગમાં પણ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
ખેડૂત વિભાગની બેઠકો પર વિજય મેળવવા માટે ઉમેદવારો અને વિવિધ સહકારી જૂથો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, જેના કારણે રાજકીય અને સહકારી ક્ષેત્રે ભારે ઉત્સુકતા અને ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.





