30.8 C
Gujarat
Wednesday, September 23, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : સામુહિક આરોગ્ય કેન્દ્ર માલપુરમાં હેલ્થ સ્ક્રીનિંગ, વુમન્સ હેલ્થ એન્ડ હાઈજીન...

અરવલ્લી : સામુહિક આરોગ્ય કેન્દ્ર માલપુરમાં હેલ્થ સ્ક્રીનિંગ, વુમન્સ હેલ્થ એન્ડ હાઈજીન કેમ્પ યોજાયો

0

340 લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી આરોગ્ય શાખા અરવલ્લી જિલ્લા પંચાયત મોડાસાના માર્ગદર્શન હેઠળ અધિક્ષક સામુહિક આરોગ્ય કેન્દ્ર માલપુર અને તાલુકા આરોગ્ય કચેરી માલપુર મારફતે હેલ્થ સ્ક્રીનિંગ, વુમન્સ હેલ્થ એન્ડ હાઈજીન કેમ્પનું આયોજન કરવામાં આવેલ

સામુહિક આરોગ્ય કેન્દ્ર માલપુર ખાતેના કેમ્પની જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવલ્લી જિલ્લા પંચાયત મોડાસા દ્વારા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, સ્ટાફની કામગીરી તથા આરોગ્ય કાર્યક્રમોની અમલવારીની સમીક્ષા કરવામાં આવી તેમજ આરોગ્ય સેવાઓ વધુ અસરકારક અને ગુણવત્તાસભર રીતે લોકો સુધી પહોંચાડવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.

આ કેમ્પ દરમિયાન કુલ 340 લાભાર્થીઓની આરોગ્ય તપાસ ફિઝીશિયન, સ્ત્રી રોગ નિષ્ણાત, બાળ રોગ નિષ્ણાત, હાડકાના રોગના નિષ્ણાંત, હૃદય રોગના નિષ્ણાંત ડોક્ટરો, મેડીકલ ઓફિસર અને દંત સર્જન મારફતે વિવિધ રોગો માટે તપાસ કરવામાં આવી.

આ આરોગ્ય કેમ્પમાં સેવાઓ આપવા બદલ પદાધિકારીશ્રીઓ,આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો અને સમગ્ર આરોગ્ય કર્મચારી ટીમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!