પોલીસના ગૌવંશ બચાવો મહા અભિયાનમાં Dysp જે.ડી.વાઘેલા LCB,SOG,મોડાસા ટાઉન સહીત જીલ્લા પોલીસે 50 ગૌવંશને કતલખાને ધકેલાતા બચાવી લીધા
ગૌમાતા રક્ષકનો મુખવટો પહેરી ગૌરક્ષાના બણગાં ફૂંકતી ભાજપ સરકારમાં કસાઈઓ બિન્દાસ્ત બન્યા હોવાની બૂમો જીવદયા પ્રેમીઓ પાડી રહ્યા છે અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ DYSP જે.ડી.વાઘેલાની આગેવાની હેઠળ જીલ્લા પોલીસતંત્ર 12થી વધુ વાહનોમાં મોડાસા નજીક રાણાસૈયદ વિસ્તારમાં ત્રાટકી 2.29 લાખના 50 ગૌવંશને કતલખાને ધકેલતા બચાવી લીધા હતા
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાંદ ટેકરી અને રાણાસૈયદ વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાનાઓમાં ગૌવંશની કતલ થતી હોવાની વારંવાર બૂમો ઉઠી રહી છે ત્યારે મોડાસાને અડીને આવેલા રાણાસૈયદ વિસ્તારને ચારે બાજુથી કોર્ડન કરી મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલા, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, મોડાસા ટાઉન પોલીસ અને મોડાસા વિભાગના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહીત પોલીસ કાફલો રાણાસૈયદના ત્રાટકી કોમ્બિંગ કસાઈઓ પોલીસ જોઈ ફરાર થયી ગયા હતા લોકોમાં દેકારો મચી ગયો હતો પોલીસે ગાય 30, બળદ 4 અને વાછરડા 16 મળી કુલ-50 ગૌવંશને બચાવી લઇ પશુઓ માટે ઘાસચારા અને પાણી ની વ્યવસ્થા કરી પાંજરાપોળ ખાતે મોકલવા તજવીજ હાથધરી આઠ કસાઇઓ અને તેમના સાગરીતો ગુન્હો નોંધી મોડાસા ટાઉન પોલીસે કાયદેસરન કાર્યવાહી હાથધરી હતી
મોડાસા ટાઉન પોલીસે 1)ઇશાક હસન મુલતાની, 2)ઝાકીર કાદર મુલતાની,3)ભુરીયા રમજાની મુલતાની, 4)સોયેબ હસન મુલાતાની, 5)અજીત મુલતાની,6)મોહસીન સાકીર મુલતાની,7)અનીસ ઉર્ફે ચોર મુલતાની,8)ફયાઝ મુલતાની અને 9)અજાણ્યો ઈસમ અને તેમના સાગરીતો વિરુદ્ધ ધી પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ ની કલમ મુજબ ફરિયાદ નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા





