મોડાસા શહેરના પહાડપુર રોડ પર આવેલા ખેતરમાં રાખેલા બે કિંમતી ઘોડાની પીકઅપ ડાલામાં ચોરી કરી ફરાર થઈ જનાર સાઠંબા તાલુકાના અહમતપુરાના પિતા-પુત્રની જોડીને ટાઉન પોલીસે ઘરેથી દબોચી લઈ ૪.૧૦ લાખના ઘોડા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી પિતા પુત્રને સસરા પાસે પૈસા લેવાના બાકી નીકળતા હોવાથી વારંવાર ઉઘરાણી કરવા છતાં પરત ન આપતા હોવાથી તેમના જમાઈના બે ઘોડા ચોરી કર્યા હોવાનું જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પહાડપુર રોડ પર આવેલા કાઝીના ખેતરમાં બાંધેલ બે કિંમતી ઘોડા ચોરીની ફરિયાદ નોંધાતા પીઆઈ આર.ડી.ચૌધરી અને તેમની ટીમે સ્થળ તપાસ હાથધરી નજીકમાં આવેલી સ્કૂલના સીસીટીવી કેમેરા ચેક કરતા રોડ પરથી શંકાસ્પદ ઝડપે પસાર થતું પિકઅપ ડાલું જોવા મળ્યું હતું પીકઅપ ડાલાની નંબર પ્લેટ પોકેટ કોપમાં સર્ચ કરતા પીકઅપ ડાલુ સાઠંબા તાલુકાના અહમતપુરા ગામના દલપત ડાહ્યા પરમારના નામે હોવાથી પોલીસ તાબડતોડ અહમતપુરા ગામમાં ત્રાટકી દલપત પરમારના ઘર આગળ બાંધેલા ૪.૧૦ બે કિંમતી ઘોડા મળી આવતા દલપત ડાહ્યા પરમાર અને તેના પુત્ર મુકેશ દલપત પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અહમતપુરા ગામમાં પિતા પુત્રને ઘોડાના માલિક જાવેદખાન જુમ્માખાનના સસરા પાસે પૈસા લેવાના બાકી નીકળતા હોવાથી વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા ન ચૂકવતા હોવાથી પીકઅપ ડાલામાં બંને ઘોડાની ચોરી કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી




