33.3 C
Gujarat
Sunday, October 11, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : શામળાજીના ગલીસિમરોમાં નશાની ખેતીનો પર્દાફાશ,ANW અને SOGએ 43 લાખનો લીલો...

અરવલ્લી : શામળાજીના ગલીસિમરોમાં નશાની ખેતીનો પર્દાફાશ,ANW અને SOGએ 43 લાખનો લીલો ગાંજો ઝડપ્યો

0
Screenshot

ગુજરાતની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી સરહદો પર ગાંજાની ખેતી મોટા પ્રમાણમાં થઈ રહી છે અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર સતત નશાના કારોબાર કરનારાઓ સામે લાલ આંખ કરી છે એન્ટી નાર્કોટિક્સ વિંગ્સ અને એસઓજી ટીમે શામળાજીના ગલીસીમરો ગામમાં મકાઈ અને જુવારના પાક વચ્ચે લહેરાતા ગાંજાના લીલાછમ 169 છોડ સાથે નશાની ખેતી કરનાર અનિલ ડામોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

 

અરવલ્લી જીલ્લામાં ગાંજાનું વ્યસન પણ મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં યુવાનો ગાંજાની લતે ચઢી બરબાદની ગર્તમાં ધકેલાઈ રહ્યા છે નશાના કારોબાર અને નશાની ખેતીની બદીને ડામવા એન્ટી નાર્કોટિક્સ વિંગ્સ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દોડાદોડી કરી રહી છે ખેતીની આડમાં ગાંજાની ખેતી કરનાર અસામાજીક તત્ત્વોનો વધારો થઈ રહ્યો છે શામળાજી પંથકમાંથી લાખ્ખો રૂપિયાનો લીલો ગાંજો ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરા માં આવી ગઈ છે

 

અરાવલી જીલ્લા એન્ટી નાર્કોટિક્સ વિંગ્સ અને એસઓજીની ટીમે બાતમીદારો સક્રિય કરતા શામળાજીના ગલીસીમરો ગામના ડામોર ફળિયામાં રહેતા અનિલ મરતા ડામોરે તેના કબ્જા હેઠળના ખેતરમાં મકાઈ અને જુવારના પાક વચ્ચે ગાંજા ની ખેતી કરી હોવાની ગુપ્ત બાતમી મળતા સંયુક્ત ઓપરેશન હાથધરી એફએસએલની ટીમ સાથે ખેતરમાં ત્રાટકી તપાસ હાથધરતા મકાઈ અને જુવારના ઉંચા છોડની વચ્ચે વાવેતર કરેલ 169 ગાંજાના છોડ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી પોલીસે 43.12 લાખનો 86.250 ગ્રામ જથ્થો જપ્ત કરી નશાની ખેતી કરનાર અનિલ મરતા ડામોરની ધરપકડ કરી શામળાજી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!