35 C
Gujarat
Sunday, October 11, 2026
Home આપના કામની વાત Aap Na Kaam Ni Vaat અરવલ્લી : નવરાત્રી પર્વને લઈને જીલ્લા પોલીસ સજ્જ ,300 થી વધુ ગરબા...

અરવલ્લી : નવરાત્રી પર્વને લઈને જીલ્લા પોલીસ સજ્જ ,300 થી વધુ ગરબા આયોજન પર પોલીસની બાજ નજર

0

 

નવરાત્રિ પર્વને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લા પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ માં આદ્યશક્તિ માં જગદંબાના આરાધનાના પર્વમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં નવરાત્રી પર્વનો ઉત્સવ ઉજવી શકે તે હેતુથી પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા ચકાસણી તેજ કરી દેવામાં આવી છે.

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર સહિત અન્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 300થી વધુ ગરબા આયોજન કરવામાં આવ્યા છે જીલ્લા પોલીસતંત્ર ખેલૈયાઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા,બ્રેથ એનાલાઇઝર ચેકિંગ,શી ટીમ અને નાઈટ પેટ્રોલિંગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં
આવી છે નવરાત્રિ દરમિયાન ગરબા રમવા આવતા ખેલૈયાઓ અને દર્શકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગરબા ગ્રાઉન્ડ પર CCTV કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા માટે અલગ-અલગ પોલીસ ટીમો તૈનાત કરવામાં આવશે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં અને શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રિ મહોત્સવ ઉજવણી થઈ શકે તે માટે કટિબદ્ધ છે

પોલીસ દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર અવરજવર દરમિયાન બ્રેથલાઇઝરથી તપાસ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. નશામાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવા સહિત ટ્રાફિક વ્યવસ્થાનું યોગ્ય સંચાલન થાય તે માટે ટ્રાફિક પોલીસને પણ સક્રિય રાખવામાં આવશે.આ ઉપરાંત સી-ટીમની કામગીરી, રાત્રિ પેટ્રોલિંગ અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ દ્વારા સમગ્ર જિલ્લામાં સતત દેખરેખ રાખવામાં આવશે. નવરાત્રિનું આયોજન કરતા ગરબા આયોજકો સાથે પણ પોલીસ દ્વારા બેઠક યોજીને શાંતિ અને સલામતી જાળવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રિ દરમિયાન નાગરિકોની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ અરવલ્લી જિલ્લાની જનતાને નવરાત્રિ પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!