35 C
Gujarat
Sunday, October 11, 2026
Home ક્રાઇમ Crime સુરત : ડૉ.હર્ષ પંડ્યા આપઘાત કેસ,બે મહિના પછી પોલીસે બે મહિલા તબીબની...

સુરત : ડૉ.હર્ષ પંડ્યા આપઘાત કેસ,બે મહિના પછી પોલીસે બે મહિલા તબીબની ધરપકડ કરી, બે આરોપી તબીબ ફરાર

0
Screenshot

 

સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ન્યૂ પી.જી. હોસ્ટેલમાં રેસિડેન્ટ ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં ખટોદરા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલી બે મહિલા ડૉક્ટરની ધરપકડ કરી લીધી છે, જ્યારે આ કેસમાં સામેલ અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ સઘન બનાવી દેવામાં આવી છે.

આઠમી ઓગસ્ટે સર્જાઈ હતી ગોઝારી ઘટના,૧૧ ઓગસ્ટે ફરિયાદ 

ખટોદરા પોલીસના જણાવ્યાનુસાર, સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલમાં આઠમી ઓગસ્ટની મધ્યરાત્રિએ રેસિડેન્ટ ડૉ. હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો હતો. આ મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા ફેક્ટ-ફાઈન્ડિંગ અને મેડિકલ કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટીના પ્રાથમિક રિપોર્ટમાં રેગિંગ થયું હોવાનું સામે આવ્યા બાદ, મૃતકના પિતા દ્વારા 15મી ઓગસ્ટના રોજ એટ્રોસિટી અને દુષ્પ્રેરણ (આપઘાત માટે મજબૂર કરવા) અંગેનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

બે મહિલા ડૉક્ટરની ધરપકડ, વોટ્સએપ ચેટ બન્યા મહત્ત્વના પુરાવા

પોલીસે આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને કેસમાં સંડોવાયેલા ચાર આરોપીઓ પૈકી ભાવનગરની 25 વર્ષીય દિક્ષીતા ઘેવરિયા અને રાજુલાની 27 વર્ષીય હિના ભૂતની ધરપકડ કરી છે. રેગિંગ કમિટીના અહેવાલ મુજબ, ભોગ બનનાર ડૉક્ટરને માનસિક ત્રાસ આપવામાં અને દુષ્પ્રેરણા કરવામાં આ બંનેની ભૂમિકા સક્રિય રહી હતી. પોલીસે બંને આરોપીઓને કાયદાકીય સમયમર્યાદામાં કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે.

તપાસ દરમિયાન પોલીસે બે મુખ્ય પુરાવાઓ રેગિંગ કમિટીનો પ્રાથમિક રિપોર્ટ અને અન્ય તબીબો દ્વારા આપવામાં આવેલી વોટ્સએપ ચેટ તથા કમ્યુનિકેશનને આધારે કડક કાર્યવાહી કરી છે, જેમાં મૃતકને થતી માનસિક તકલીફો ઉજાગર થઈ હતી. મૃતકનું એડમિશન માર્ચ-એપ્રિલ મહિનામાં થયું હોવાથી છેલ્લા ત્રણ-ચાર મહિનાથી તેને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ

આ કેસમાં હજુ અન્ય બે આરોપીઓ અનુજ મહેશ્વરી અને નિરાલી વસાવેને પકડવાના બાકી છે. તેઓ અગાઉ આગોતરા જામીન અને ક્વોશિંગ પિટિશન માટેની કાયદાકીય પ્રક્રિયામાં હતા તેમજ પોલીસ પકડથી બચવા સગા-સંબંધીઓ અને મિત્રોના ઘરે આશરો લઈને છુપાતા ફરતા હતા. પોલીસ દ્વારા આ બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!