34 C
Gujarat
Tuesday, November 3, 2026
Home HeadLines અરવલ્લી : વન્યજીવ રેસ્ક્યુ વોલન્ટિયરોએ હડતાલસમેટી, પડતર પ્રશ્નો અંગે અધિકારીઓએ હૈયાધારણા...

અરવલ્લી : વન્યજીવ રેસ્ક્યુ વોલન્ટિયરોએ હડતાલસમેટી, પડતર પ્રશ્નો અંગે અધિકારીઓએ હૈયાધારણા આપી

0

 

અરવલ્લી જીલ્લામાં વન કર્મીઓ સાથે વન્યજીવોના રેસ્ક્યુ કાર્ય સાથે જોડાયેલા વોલન્ટિયરો દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતરી ગયા હતા વન્યજીવો ના રેસ્ક્યુ કાર્યથી દૂર રહેતા જીલ્લાવાસીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જીવદયાપ્રેમી અને પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના ઉપાધ્યક્ષ નિલેશ જોશીની હાજરીમાં સંબંધિત અધિકારી સાથે સમાધાન બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વોલન્ટિયરોની વિવિધ માંગણીઓ અંગે હકારાત્મક અભિગમ દાખવી જરૂરી કાર્યવાહી કરવાની અધિકારીશ્રીએ ખાતરી આપતાં વોલન્ટિયરોએ હડતાળ સમેટવાનો નિર્ણય લીધો હતો.

સમાધાન બેઠક બાદ આજથી જ રુદ્રાણી ટ્રસ્ટના વોલન્ટિયરો દ્વારા વન્યજીવોના રેસ્ક્યુની કામગીરી ફરી શરૂ કરી દેવામાં આવી હતી. આ નિર્ણયથી સાપ, અજગર સહિતના વન્યજીવો માનવ વસાહતો, શાળાઓ અને જાહેર સ્થળોએ દેખાય ત્યારે તેમને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી ફરી શરૂ થતાં નાગરિકોને પણ રાહત મળશે.

રેસ્ક્યુઅરોની સુરક્ષા અને સુવિધાઓનો મુદ્દો ઉઠાવ્યો

લાંબા સમયથી સ્વૈચ્છિક રીતે વન્યજીવ રેસ્ક્યુની કામગીરી કરતા કાર્યકરો દ્વારા અકસ્માત વીમા કવચ, આધુનિક રેસ્ક્યુ સાધનો, સુરક્ષા કિટ, યોગ્ય તાલીમ, અધિકૃત ઓળખપત્ર અને કાયદાકીય માર્ગદર્શન જેવી માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. જોખમી કામગીરી દરમિયાન રેસ્ક્યુઅરોને સાપ કરડવા, ગંભીર ઈજા કે અકસ્માતનું જોખમ રહેતું હોવાથી ઓછામાં ઓછા રૂ. ૧૦ લાખના અકસ્માત વીમાની વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત મોડાસા ખાતે વનવિભાગના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ સેન્ટર, જરૂરી સાધનોથી સજ્જ રેસ્ક્યુ વાન તથા અરવલ્લી જિલ્લાના પાત્ર વન્યજીવ રેસ્ક્યુ કાર્યકરોની નોંધણી કરી તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની રજૂઆત કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લામાં વ્યવસ્થિત રેસ્ક્યુ સિસ્ટમ ઊભી કરવાની માંગ

નિલેશ જોશીએ જણાવ્યું હતું કે વન્યજીવ રેસ્ક્યુની કામગીરી માત્ર જીવદયા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે માનવજીવનની સુરક્ષા સાથે પણ જોડાયેલી છે. વોલન્ટિયરો કોઈ આર્થિક લાભની અપેક્ષા વિના જોખમ ઉઠાવીને સેવા આપે છે. તેથી તેમની સુરક્ષા અને પરિવારના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે.

ગુજરાતના અન્ય જિલ્લાઓમાં અમલમાં રહેલી વ્યવસ્થાનો અભ્યાસ કરી અરવલ્લી જિલ્લામાં પણ રેસ્ક્યુઅરો માટે આદર્શ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અધિકારીશ્રી દ્વારા માંગણીઓ અંગે હકારાત્મક ખાતરી આપવામાં આવતાં રુદ્રાણી ચેરીટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશનના જયેશ ભટ્ટ કૃણાલ પંડ્યા જગદીશ પરમાર હાજર રહી ને હડતાળ સમેટી ફરીથી સેવાકાર્ય શરૂ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!