સમગ્ર દેશમાં દિવાળીના પાવન પર્વની ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે લોકો જન્મદિવસ ઉજવણીમાં લાખ્ખો કરોડો રૂપિયા ઉડાવતા હોય છે ત્યારે સેવાકીય કર્યો સાથે જોડાયેલા મિત્રએ તેમના મિત્રના જન્મદિવસની અનોખી ઉજવણી કરી મિત્રતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડી દિવાળી પર્વમાં ગરીબ અનાથ અને આંગણવાડીના બાળકોને શુદ્ધ ઘીનો પંદરસો કિલો મોહનથાળ વહેચણી કરી હતી
શામળાજી પંથકમાં સેવાકીય કાર્યો માટે જાણીતા ગોપાલભાઈ પટેલે તેમના મિત્ર અનીશભાઈને જન્મદિવસની અનોખી ભેટ આપી હતી જેમાં શામળાજી પંથકમાં ગરીબ અને અનાથ તેમજ વિવિધ આંગણવાડીઓના બાળકો માટે શુદ્ધ ઘીનો પંદરસો કિલો મોહનથાળ તૈયાર કરાવી બોક્સ પેકિંગ કરી વહેંચણી કરી હતી દિવાળી પર્વમાં મીઠાઈ બાળકોના ચહેરા પર અનેરી ખુશીની નિમિત બની હતી આંગણવાડી કેન્દ્રોમાં મોહનથાળના બોક્સ સીડીપીઓ ગાર્ગીબેન પટેલની મદદથી આંગણવાડી કાર્યકરોએ બાળકોના ઘરે ઘરે પહોંચાડવાનું ઉમદા કાર્ય કર્યું હતું આ પ્રસંગે ડૉ.પ્રવિણ પટેલ અને અન્ય મિત્રોએ ગોપાલ પટેલને સહયોગ આપી જન્મદિવસની ઉજવણીના સેવાકીય કાર્યમાં જોતરાયા હતા





