29.7 C
Gujarat
Sunday, November 8, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : પોલીસતંત્રની વહીવટી કચેરીમાં ફરજ બજાવતા કર્મીએ મોડાસામાં નશામાં ધૂત બની...

અરવલ્લી : પોલીસતંત્રની વહીવટી કચેરીમાં ફરજ બજાવતા કર્મીએ મોડાસામાં નશામાં ધૂત બની કાર હંકારી હંગામો કર્યો

0
Screenshot

 

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની ખાખી દ્વારા જ ચીથરા ઉડાડવામાં આવ્યા હોવાની ઘટના બનતા ખાખી પર વધુ એક દાગ લાગ્યો છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજબજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દારૂ પીને છાકટા બનતા હોવાની ઘટના સમયાંતરે બનતી રહે છે દિવાળી પર્વમાં
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં નવજીવન ચોક નજીક નશામાં ધૂત બની પોલીસકર્મીએ હંગામો કરી ખાખની આબરૂનું ચીરહરણ કર્યું હતું

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની વહીવટી કચેરીમાં ફરજ બજાવતો કર્મી નશાની હાલતમાં મોડાસા શહેરના નવજીવન ચોક પાસે કાર હંકારી એક્ટીવા ચાલકને લાફો ઝીંકી દઈ બખેડો ઉભો કરતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મોડાસા ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી પોલીસકર્મી સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી કારમાંથી દારૂની બે બોટલ મળી આવતા વેપારીઓ અને રાહદારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની વહીવટી કચેરીમાં ફરજ બજાવતો જગદીશ માવજી પરમાર નામનો પોલીસકર્મી દારૂ પીધેલી હાલતમાં મોડાસા શહેરના નવજીવન ચોક નજીક કાર હંકારી એક્ટિવા ચાલકને અડફેટે લઈ અપશબ્દો બોલી લાફો ઝીંકી દેતા હોબાળો મચ્યો હતો કાળી ચૌદશે ભારે ભીડ વચ્ચે નશામાં ધૂત બનેલા પોલીસકર્મીની દબંગાઈથી લોકોમાં રોષ ફેલાયો હતો અન્ય એક વ્યક્તિને પણ લાફો ઝીંકી મને ઓળખતા નહીં હોય કહી બેફામ ગાળો બોલતા અને કારમાં દારૂની બે બોટલ આવી હતી મોડાસા ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી નશામાં ધૂત બનેલા પોલીસકર્મીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

મોડાસા ટાઉન પોલીસે વસંતભાઈ માનાભાઈ પટેલ નામના વેપારીની ફરિયાદના આધારે જગદીશ માવજી પરમાર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!