ક્યુબાની રાજધાની હવાનામાં આજે દુઃખદ દુર્ઘટના બની હતી. જેમાં તેની હવાની શહેરમાં હોટલની અંદર ગેસ લીક થવાના કારણે મોટો વિસ્ફોટ થયો હતો આ વિસ્ફોટ ની અંદર 22 લોકોના મૃત્યુ થયા હતા જેમાં એક બાળક પણ સામેલ છે, જ્યારે 74 લોકો ઘાયલ થયા છે આ વિસ્ફોટ થયો ત્યારે આ હોટલની અંદર કોઈ પ્રવાસી હાજર નહોતા, નહીંતર વધુ મોતનો આંકડો સામે આવી શક્યો હોત.
એક બાજુ હોટેલનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે તેના કારણે પ્રવાસી હોટેલની અંદર નહોતા આ વિસ્ફોટ થયો ત્યારે પહેલી નજરે એવું લાગ્યું કે કોઈ આતંકવાદી હુમલો થયો છે પરંતુ ગેસ થવાના કારણે આ વિસ્ફોટ થયો હતો.
74 લોકો જે ઘાયલ થયા છે તેમણે તત્કાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે એક અહેવાલ એવા પણ પ્રાપ્ત થઈ રહ્યા છે કે એક ટ્રકના કારણે હોટલમાં ગેસ સપ્લાય થઈ રહ્યું હતું જેથી ત્યાં કોઈક ચૂક થતાં મોટો વિસ્ફોટ થયો હોવાની વાત સામે આવી રહી છે.
આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા બહાર નીકળ્યા હતા એક બાજુ માં કોરોનાથી લોકો બેઠા થઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ આ પ્રકારના વિસ્ફોટની ઘટનાઓ સામે આવતા ટૂરીસ્ટોમાં ફરી ચિંતા વધી હતી.