Some Populer Post

  • Home  
  • અરવલ્લી : મઉ પંચાયત ના હોદ્દેદારો નો સણસણતો આક્ષેપ, પંચાયત DE ચિરાગ પટેલ કોઈને ગાંઠતા નથી!!
- Top News - વિડીયો

અરવલ્લી : મઉ પંચાયત ના હોદ્દેદારો નો સણસણતો આક્ષેપ, પંચાયત DE ચિરાગ પટેલ કોઈને ગાંઠતા નથી!!

[…]

VID 20260303 WA0347
  • મઉ ગીમે જવાના માર્ગ પર ભૂંગળા નાખવાને લઇને રોષ
  • પંચાયત માર્ગ અને મરાન વિભાગના સરકારી નોકરો કોઈને ગાંઠતા નથી…
  • અરવલ્લી જિલ્લા પંચાયત RNB હસ્તક ના ભિલોડા અને મેઘરજ ના અધિકારીઓ ને મોજે મોજ ની ચર્ચા

અરવલ્લી જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગને મોજે મોજ પડી ગઈ છે, જેમાં ખાસ કરીને ભિલોડા, મેઘરજ અને માલપુર પંચાયત RNB નો સમાવેશ થાય છે. અહીં જે કામ થાય, તે અધિકારીઓ અને કોન્ટ્રાકટર જાણે, બીજાને ગંધ પણ ન આવે, અને કોઈ બોલે પણ નહીં. આવો ઘાટ એટલા માટે સર્જાયો છે કે, સરકારી નોકર હવે રાજા બની બેઠા છે. જિલ્લામાં મંત્રી હોવા છતાં લોકોને હાલાકીઓનો સામને કરવે પડે, તે કેમ ચાલે?

ભિલોડાથી મઉ ગામ જતાં માર્ગ પર પંચાયત આર એન્ડ બી વિભાગની ગોર બેદરકારી સામે આવી છે. ગરનાળું બનાવવાના કામ માટે રોડ પર મૂકાયેલા ભૂંગળાઓને કારણે બાઈક ચાલક યુવક અકસ્માતનો ભોગ બન્યો અને ઈજાગ્રસ્ત થયો. સ્થાનિકો મુજબ ત્રણ-ચાર વર્ષથી ગરનાળું તૂટી ગયેલું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ દુરસ્તી કરાઈ નથી. અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા હોવા છતાં વિભાગ ઉંઘમાં હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિક પંચાયત ના હોદેદારો નું કહેવું છે કે, ભિલોડા માર્ગ વિભાગ ના DE ચિરાગ પટેલ તેમને ગાંઠતા નથી. અનેક રજૂઆતો કરવા છતાં કામ શરૂ ન થતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. મઉ ગામના ઉપસરપંચ અમૃતભાઈ બારોટે પંચાયત ડીઈ પર ગંભીર આક્ષેપો કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. સાથે જ ભિલોડા તાલુકામાં ડેપ્યુટી એન્જિનિયર ચિરાગ પટેલ કામ પ્રત્યે ઉદાસીન હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.ગ્રામજનોની માંગ છે કે, તાત્કાલિક ગરનાળાનું કામ શરૂ કરી માર્ગ સુરક્ષિત બનાવવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.

ભિલોડા માર્ગઅને મકાન વિભાગના ચિરાગ પટેલ કેમ જાણે પંચાયત ના હોદ્દેદારો ને સાંભળતા નથી, તે સવાલ છે. સરકારી નોકર તરીકે કામ કરતા આવા અધિકારી ને ઉચ્ચ અધિકારીઓ કેમ કાંઈ ઠપકો આપતા નથી, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે તો જિલ્લાના મુખ્ય ઈજનેર પણ આ બાબતે મૌન ધારણ કરે તો નવાઈ નહીં, તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page