29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસાના લાલપુર નજીક મેઘરજના બાઈક ચાલક યુવકનું અકસ્માતમાં મોત નિપજતા...

અરવલ્લી : મોડાસાના લાલપુર નજીક મેઘરજના બાઈક ચાલક યુવકનું અકસ્માતમાં મોત નિપજતા વૃદ્ધ માતાનો આશરો છીનવાયો

0
160

મોડાસા-શામળાજી હાઇવે પર ટીંટોઈ નજીક આવેલા લાલપુર ગામ નજીક અકસ્માતની ઘટનામાં મેઘરજના શ્રમિક યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા યુવકનું અકસ્માતમાં મોત નિપજતા મેઘરજ પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી વૃદ્ધ માતાએ દીકરો ગુમાવતા ભારે કલ્પાંત કરી મૂક્યું હતું શામળાજી પોલીસે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર,મેઘરજ નગરનો અલ્પેશ ભરતભાઈ સથવારા નામનો યુવક મોડાસા નજીક આવેલી આઈસ્ક્રીમની દુકાનમાં નોકરી કરી વૃદ્ધ માતાનો સહારો બન્યો હતો રવિવારે રાત્રે મૃતક યુવક બાઈક લઇ કામકાજ અર્થે ટીંટોઈ નજીકથી પસાર થતા અકસ્માતનો ભોગ બનતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અકસ્માતમાં મૃતક યુવકે જીવ ગુમાવતા ગરીબ વૃદ્ધ માથા પર આભ તૂટી પડ્યું હતું અલ્પેશ સથવારાના મોતની જાણ મેઘરજ નગરમાં પ્રસરતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!