34.7 C
Gujarat
Friday, July 17, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસ બુટલેગરો પર ભારે પડી, એક કાર બે ટ્રક...

અરવલ્લી : શામળાજી પોલીસ બુટલેગરો પર ભારે પડી, એક કાર બે ટ્રક માંથી 10.07 લાખની 5088 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો

0
221

અરવલ્લી એસપી સંજય ખરાતે જીલ્લા પોલીસતંત્રને પ્રોહિબિશનની શખ્ત કાર્યવાહી કરવા આદેશ આપતા પોલીસતંત્ર વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પરથી ગણતરીના કલાકોમાં એક કાર અને બે ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરીને નિષ્ફ્ળ બનાવી 10.07 લાખના વિદેશી દારૂ સહીત 36 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાર બુટલેગરોને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તફરથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરી બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો અણસોલ ગામ નજીક દિલ્હી પાસિંગની કારના ગુપ્તખાનામાંથી વિદેશી દારૂની બોટલ-108 કીં.રૂ.172800/- સહીત કાર મળી રૂ.3.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દિલ્હીના નબીનચંદ્ર આનંદબલ્લભ ભટ્ટ અને સતેંન્દ્રસિંહ જુંગેન્દ્રપાલસિંગ રાઠોડને ઝડપી પાડી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર નોઈડાના અજિત નામના બુટલેગર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી દારૂની ગણતરી ચાલુ હતી ત્યારે ટ્રકમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા બાતમી આધારિત ટ્રકમાંથી કુલર અને વોશિંગ મશીનના ભંગારની આડમાં ઘુસાડાતો 5.04 લાખનો વિદેશી દારૂ સાથે હરિયાણાના ટ્રક ચાલક સંદીપ મદનલાલ ધાનક ને દબોચી લઇ રૂ.13.04 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં દારૂ ભરી આપનાર હરિયાણા ના બુટલેગર વિકાસને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
શામળાજી પોલીસે વધુ એક ટ્રકમાં પેપર કપ બનાવવાના કાગળના કાર્ટૂનની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે આવતા ટ્રકને અટકાવી તલાસી લેતા કાગળ કાર્ટૂનની આડમાં સંતાડેલ વિદેશી દારૂની વિદેશી દારૂની બોટલ-બિયર નંગ-3300 કીં.રૂ.3.31 લાખનો વિદેશી દારૂ સાથે રાજસ્થાની ટ્રક ચાલક રાજેન્દ્રસિંહ કિશનસિંહ ચૌહાણની ધરપકડ કરી રૂ.19.47 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં દારૂ ભરી આપનાર જયપુરના મહેશ પ્રવીણભાઈ નામના બુટલગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!