30.6 C
Gujarat
Thursday, July 16, 2026
Home કરંટ ઇશ્યુ Paper Leak Case : કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર, જગદીશ ઠાકોરે કહ્યું...

Paper Leak Case : કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર, જગદીશ ઠાકોરે કહ્યું ભાજપ પેપર ફોડે છે, “ગરીબ યુવાઓના શોષણ માટે લડીશું”

0
149

ગુજરાતમાં વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાઓને લઇને કોંગ્રેસને ભાજપ પર નિશાન સાધ્યું છે, અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રામાં પહોંચેલા જગદીશ ઠાકોરે પેપર લીકને લઇને ભાજપને આડે હાથ લીધી હતી…

વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી કાર થતાં કોંગ્રેસ પાર્ટી દ્વારા હાથ સે હાથ જોડો યાત્રા યોજવામાં આવી રહી છે, આ યાત્રા અરવલ્લી જિલ્લામાં પહોંચી હતી, જિલ્લાના ભિલોડા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચેલી યાત્રામાં કોંગ્રેસના કાર્યકરોએ યાત્રાને આવકારી હતી, ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પેપર લીક થવાની ઘટનાને લઇને ભાજપ પર નિશાન સાધ્યું હતું..

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, મીડિયા તેમજ આગેવાનોએ પેપર ફૂટવાની આશંકાઓ વ્યક્ત કરી હતી, તેમ છતાં પેપર લીક થવાની ઘટનાને રોકી શક્યા નહીં. તેમણે જણાવ્યું કે, પોલિસની ટીમ બનાવી હતી, એસ.આઈ.ટી. બનાવી હતી, તેમ છતાં પેપર ફૂટી ગયું, આ સાથે જ તેમણે તેમણે કહ્યું કે, ચૌદ-ચૌદ વખત પેપર લીક થવાની ઘટનાઓ ઘટી તો પેપર ફોડનારા લોકો પકડાતા નથી, ભાજપે પેપર ફોડ્યું હોવાના પણ આક્ષેપો કર્યા હતા.

તેમણે જણાવ્યું કે, પેપર લીક થવાની ઘટનાઓને લઇને અંતરિયાળ વિસ્તારના લોકોને તેનું નુકસાન થઈ રહ્યું છે, જેને લઇને કોંગ્રેસ પાર્ટી લડાઈ લડી લડી રહ્યું છે, જેને લઇને આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!