38 C
Ahmedabad
Friday, April 19, 2024

Breaking News: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન, દુબઈમાં ચાલી રહી હતી સારવાર


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પરવેઝ મુશર્રફનું નિધન થયું છે. પાકિસ્તાની મીડિયાએ સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા છે. મુશર્રફ લાંબા સમયથી બીમાર હતા અને દુબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

Advertisement

મુશર્રફ 79 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. પાકિસ્તાની મીડિયાએ સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા છે. મુશર્રફની દુબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મુશર્રફ ઘણા મહિનાઓ સુધી હોસ્પિટલમાં દાખલ હતા. ટ્વિટર પર માહિતી આપતા તેના પરિવારે કહ્યું હતું કે તે એમીલોઇડિસ નામની બીમારીથી પીડિત છે, જેના કારણે તેના તમામ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.

Advertisement

દિલ્હીના દરિયાગંજમાં જન્મ
પરવેઝ મુશર્રફનો જન્મ 11 ઓગસ્ટ 1943ના રોજ દિલ્હીના દરિયાગંજમાં થયો હતો. વિભાજન સમયે તેમનો પરિવાર પાકિસ્તાન સ્થળાંતર થયો હતો. તેના પિતા સઈદ પાકિસ્તાન સરકારમાં કામ કરતા હતા. કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી, 21 વર્ષની ઉંમરે, પરવેઝ મુશર્રફ પાકિસ્તાની આર્મીમાં જુનિયર ઓફિસર તરીકે જોડાયા. તેઓ 1965ના યુદ્ધમાં ભારત સામે લડ્યા હતા. મુશર્રફે 1971ના યુદ્ધમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જોઈને સરકારે તેમને ઘણી વખત બઢતી આપી. પરવેઝ મુશર્રફ 1998માં જનરલ બન્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!