30.6 C
Gujarat
Friday, July 17, 2026
Home HeadLines અરવલ્લી : 12.77 લાખના મોબાઈલની ચોરી,મોડાસામાં મોબાઈલ ડિસ્ટ્રિબ્યુટર્સના શો-રૂમમાં તસ્કરો ત્રાટક્યા,પોલીસ દોડતી...

અરવલ્લી : 12.77 લાખના મોબાઈલની ચોરી,મોડાસામાં મોબાઈલ ડિસ્ટ્રિબ્યુટર્સના શો-રૂમમાં તસ્કરો ત્રાટક્યા,પોલીસ દોડતી થઇ

0
191

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ચોર લૂંટારુ ગેંગ વિરામ લીધા બાદ ફરી સક્રિય થતા શહેરીજનો ફફડી ઉઠ્યા છે મોડાસા શહેરના કોલેજ રોડ પર આવેલ મોબાઈલ ડિસ્ટ્રિબિટર્સની દુકાનમાં બારીમાંથી બાકોરું પાડી તસ્કર ટોળકી 12.77 લાખથી વધુના સેમસંગ કંપનીના મોબાઈલ અને સ્માર્ટ વોચની ચોરી કરી ફરાર થઈ જતા ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
પોલીસતંત્રના નાઈટ પેટ્રોલિંગના દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે લાખ્ખો રૂપિયાના મોબાઈલ ચોરીની ઘટનાના પગલે વેપારીઓમ ફફડાટ વ્યાપ્યો છે
મોડાસા શહેરના કોલેજ રોડ પર મખદૂમ ચોકડી નજીક આવેલ સેમસંગ કંપનીના મોબાઈલ ડિસ્ટ્રિબ્યુટર્સ પટ્ટીવાલા ટ્રેડર્સ નામની દુકાનમાં ગુરુવારે રાત્રીના સુમારે તસ્કરો ત્રાટકી દુકાનની પાછળ રહેલી વેન્ટિલેશનની જાળીમાં બાકોરું પાડી દુકાનમાં રહેલા સેમસંગ કંપનીના મોબાઈલ નંગ-57 અને સેમસંગ કંપનીની સ્માર્ટ વોચ-5 મળી રૂ.1277466/- રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા દુકાન માલિક ગુલામ અબ્બાસ પટ્ટીવાલા રાબેતા મુજબ શુક્રવારે દુકાને પહોંચતા દુકાનમાં રહેલા મોબાઈલ અને સ્માર્ટ વોચની ચોરીની જાણ થતા હોફાળા-ફોંફાળા બની ગયા હતા મોબાઈલ શોપમાં ચોરી થવાની જાણ આજુબાજુના વેપારીઓને થતા દોડી આવ્યા હતા અને સતત વાહનો અને લોકો થી ૨૪ કલાક ધમધમતા રોડ પર ચોરીની ઘટનાને લૂંટારુએ અંજામ આપતાં લોકોમાં પોલીસતંત્રની કામગીરી અંગે અનેક પ્રશ્નાર્થ ઉભા થયા હતા
મોડાસા ટાઉન પોલીસે ગુલામ અબ્બાસ પટ્ટીવાલાની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમોં સામે ગુન્હો નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!