33 C
Ahmedabad
Thursday, March 28, 2024

ગોધરા તાલુકાના ડોક્ટરના મુવાડા ખાતે શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એનએસએસ કેમ્પનું આયોજન,વિદ્યાર્થીઓ જોડાયા


ગોધરા તાલુકાના ડોક્ટરના મુવાડા ખાતે શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એનએસએસ કેમ્પનું આયોજન,વિદ્યાર્થીઓ જોડાયા
ગોધરા

Advertisement

ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા ડોક્ટરના મુવાડા, અંબાલી પ્રાથમિક શાળા ખાતે સાત દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને NSS પ્રોગ્રામ ઓફિસર દ્વારા ગામમાં “દીકરીઓને ભણાવીએ દૂષણોને ભગાવીએ” થીમ પર મહારેલી, ગામના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, કેમ્પના વિદ્યાર્થીઓ માટે પોસ્ટર અને મહેંદી સ્પર્ધા, ગ્રામજનો અને સ્કૂલના બાળકો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ, ગામમાં ઘરે ઘરે જઈને પશુ ચિકિત્સા કેમ્પ, જીવ દયા ધામ પાંજરાપોળ કેન્દ્રની મુલાકાત, માઇક્રો બાયોલોજી વિભાગના સહયોગથી હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ, કલ્ચરલ પ્રોગ્રામ જેમાં વ્યસનમુક્તિ નશાબંધી ને લગતા કાર્યક્રમો, ભજનો, ડાન્સ, ગીતો વગેરેનું આયોજન થયું હતું. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગમાં પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળના પ્રમુખ ભુપેશભાઈ શાહ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એનએસએસ કોડીનેટર નરસિંહ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે મહેલોલ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ધર્મેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કલ્ચરલ પ્રોગ્રામના મુખ્ય અતિથિ તરીકે ઇન્દ્રવદન પરમાર અને તેમની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી. ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ માટે ડો નીલાબેન ગોસાઈ અને તેમની ટીમ સેવા આપવા માટે પધારી હતી જ્યારે પશુચિકિત્સા કેમ્પના આયોજનમાં એનિમલ હસબન્ડરી વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ડો એન એ પટેલ, પશુ ડોક્ટર આરાધના મેડમ અને સંજયભાઈ એ ખાસ સેવા આપી હતી. તેમણે ઘરે ઘરે જઈ અને પશુઓને ચેક પણ કર્યા હતા સાથે દવાઓ પણ આપી હતી. એનએસએસના વિદ્યાર્થીઓએ ખાસ ગ્રામજનોને તેમાં પણ છોકરીઓને ભણાવવા પર વધારે ભાર મૂક્યો હતો આ ઉપરાંત અંધશ્રદ્ધા નિર્મૂલન, વ્યસન મુક્તિ જેવા વિષયોને લઈને ગ્રામજનોને જાગૃત કરવા માટેના પ્રયાસો કરાયા હતા. રેડ ક્રોસ ગોધરાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અને પ્રોગ્રામ ઓફિસર દવારા બ્લડ ડોનેટ કરાયુ હતું. આ દિવસે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે હોતચંદભાઈ ધમવાણી કે જેઓએ 143 વખત બ્લડ ડોનેટ કર્યું છે તેમણે હાજરી આપી હતી અને ખાસ જણાવ્યું હતું કે બ્લડ ડોનેટ કરવાથી સમાજ સેવા તો થાય જ છે પરંતુ શરીર પણ સુધરે છે ખાસ ગ્રામ્ય વિસ્તારમાં આ સંદર્ભે જાગૃતિ લાવવાની જરૂર છે એવું રેડક્રોસના આરકે ચૌહાણ દ્વારા જણાવ્યું હતું. શાળાના ભૂલકાઓએ પણ બધી જ ઇવેન્ટ્સ માં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ને વિદ્યાર્થીઓને સાથ આપ્યો હતો શાળાના આચાર્ય જશપાલ સોલંકીએ NSS ના આ ત્રણ વર્ષના કાર્યને ખૂબ જ બિરદાવ્યું હતું. આ ઉપરાંત ડાયેટના આચાર્ય ડો ઉમેશભાઈ ચૌહાણ એ તેમજ બીઆરસી કોઓર્ડીનેટર જીગ્નેશ પટેલ દ્વારા પણ કાર્યની ખૂબ પ્રસંસા થઈ હતી. સમાપન સમારોહમાં કોલેજ તરફથી ડો રમાકાંત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના અનુભવો વિદ્યાર્થીઓને જણાવ્યા હતા. શ્રેષ્ઠ શિબિરાર્થીઓમાં નિતેશ વિનોદ, ભૂમિ બારોટ, દીપિકા પરમાર અને દિપક પઢિયાર પસંદગી પામ્યા હતા. સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમે આવનાર શાળાના ભૂલકાઓને તેમજ એનએસએસ કેમ્પના વિદ્યાર્થીઓને ઇનામો આપી પુરસ્કૃત કરાયા હતા. આ સમગ્ર કેમ્પનું સંચાલન અને આયોજન ડો રૂપેશ એન નાકર દ્વારા કરાયું હતું. કેમ્પમાં આયોજન સંબંધીત સહયોગ સ્પોર્ટ્સ ડાયરેક્ટર અને પ્રોગ્રામ ઓફિસર હંસાબેન ચૌહાણ દ્વારા કરાયો હતો. કોલેજના આચાર્ય ડો એમ બી પટેલે એનએસએસ વિભાગના વિદ્યાર્થીઓ તેમજ પ્રોગ્રામ ઓફિસરના કાર્યને બિરદાવીને ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!