27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : જીલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની...

અરવલ્લી : જીલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

0
130

જીલ્લાના વિકાસ અને પ્રશ્નોના નિરાકરણ માટે બેઠક પે ચર્ચા

મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રશસ્તિ પરીકની અઘ્યક્ષતામાં બેઠક મળી હતી.બેઠકમાં જિલ્લાના લોકપ્રતિનિધિ તરફથી મળેલા પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ. અધિકારીશ્રીઓ દ્વારા પ્રશ્નોના યોગ્ય નિકાલ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. બેઠકમાં પાણી નિકાલ, સિંચાઈ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, લોક અરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.

આ બેઠકમાં ધારાસભ્ય પી. સી. બરંડા, જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહ, જિલ્લા પોલીસવડા સંજય ખરાત સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!