31 C
Ahmedabad
Wednesday, May 8, 2024

પંચમહાલ: શહેરા તાલુકાના પટીયા ગામે આંબેડકર જન્મ જંયતિ નિમિત્તે સમાજભવન અને બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ કરાયું


શહેરા,
શહેરા તાલુકામાં બાબાસાહેબ આંબેડકર જન્મજંયતિની ઉજવણી કરવામા આવી હતી.જેમા તાલુકાના પટીયા ગામે વણકર સમાજના નવનિર્મિત સમાજ ભવનનું લોકાપર્ણ કરવામા આવ્યુ હતું.નવજીવન જનસેવા ટ્રસ્ટ દ્વારા 30 લાખના ખર્ચે બનાવાયું છે, સાથે સાથે સમાજભવનની સાથે સાથે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયુ હતું.જીલ્લા એસપી સહિત રાજકીય અને દલિત સમાજના અગ્રણીઓ હાજરી આપી હતી.
દેશભરમાં બંધારણના ઘડવૈયા ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની જન્મજંયતિની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી.શહેરા તાલુકાના પટીયા ગામે બાબાસાહેબ આંબેડકરની જન્મજંયતિ નિમિત્તે પણ એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમા નવજીવન જનસેવા ટ્રસ્ટ દ્વારા બનાવામા આવેલા નવનિર્મિત વણકર સમાજ ભવનનો લોકાપર્ણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.સાથે સાથે ભવન ઉપર સ્થાપિત ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યુ હતુ.જેમા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.અને આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામા આવ્યું હતું. આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે ભાજપા જીલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, તાલુકા ભાજપા પ્રમુખ મગનભાઈ પટેલીયા, દિપકભાઈ ઝાલા આઈપીએસ હાજર રહ્યા હતા.મોટી સંખ્યામાં દલિત સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ હાજર હતા.કાર્યક્રમ શાંતિપુર્ણ માહોલમાં સંપ્પન થયો હતો.સાથે બાબા સાહેબ આંબેડકર અમર રહો અને જય ભીમ, જબ તક સુરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા ના નારા લગાવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!