38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines સાબરકાંઠા: વિજયનગરના કણાદર ગામે ખાનગી ગોળીબાર, અબોલા શ્વાનને વાગી ગોળી

સાબરકાંઠા: વિજયનગરના કણાદર ગામે ખાનગી ગોળીબાર, અબોલા શ્વાનને વાગી ગોળી

0
168

જૂની અદાવતમાં પડોશીના ઘર પર હુમલો કરી બે રાઉન્ડ ફાયરીંગ કર્યાનો આક્ષેપ
એક રાઉન્ડ હવામાં અને એક રાઉન્ડમાં શ્વાનને ગોળી વાગતા પોલીસને જાણ કરાઈ

વિજયનગર તાલુકામાં કણાદર ગામે ગતરાતે જૂની અદાવતમાં પડોશીના ઘર ઉપર હુમલો કરી ખાનગી ગોળીબાર કરાતા અને એક રાઉન્ડ હવામાં અને બીજો રાઉન્ડમાં ઘર આગળના શ્વાનને ગોળી વાગતા એના પગે લોહીલુહાણ થતા પોલીસને જાણ કરતા તાબડતોબ પશુચિકિત્સક રાતે જ બોલાવી આ શ્વાનને ઇન્જેક્શન-દવા સારવાર આપવામાં આવતા શ્વાન હાલ સ્વસ્થ છે જ્યારે ઘટના અંગે ચિઠોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

રાત્રી દરમિયાન પાડોશી પાંચેક જણાં ઘર પર હુમલો કરવા ધસી આવી ફાયરીંગ કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે.આ અંગે ચિઠોડા પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ શરુ છે પણ હજુ તપાસ ચાલુ હોઇ આ બનાવમાં કોઈની સામે ફરિયાદ કે ગુનો નોંધાયો નથી.ઉલ્લેખનીય છે કે ચિઠોડા પો.મથકનો સરકારી લેન્ડ લાઈન ટેલિફોન ૬ મહિનાથી વધુ લાંબા સમયથી બંધ હાલતમાં.છે એના વિકલ્પે પોલીસ સ્ટેશનમાં બીજા કોઈ મોબાઈલ કે ફોનની વ્યવસ્થા નથી,તેથી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માગતા નાગરિકો પાસે કોઈ જ વિકલ્પ હોતો નથી ન છૂટકે જિલ્લા મથકે પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવતા પોલીસને મળેલી સૂચના અનુસાર રાતોરાત પશુચિકિત્સક બોલાવીને શ્વાનને સારવાર આપવામાં આવતા એનો જીવ બચી ગયો હતો.

અલબત્ત,શ્વાનને ઈજાઓ તો થઈ હતી પણ સામાન્ય હતી એથી સારવાર બાદ હવે એ સ્વસ્થ હોવાનું જાણવા મળે છે.ત્યારબાદ વિગતોની ખરાઈ કરવા મોબાઈલ ફોનથી પોલીસ અધિકારીનો સંપર્ક કરવા પ્રયાસ કરવા છતાં ફોન પણ નિરીપ્લાય થયો હતો તેમજ મેસેજનો પણ કોઇ પ્રતિભાવ આપ્યો ન નથી.

લલીત ડામોર, વિજયનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!