અરવલ્લી જિલ્લામાં ઉનાળો શરૂ થતાં જ આગ લાગવાની ઘટનાઓ શરૂ થઈ જતી હોય છે, આ સમયમાં ખાસ કરીને દાવાનળની ઘટનાઓ વધારે જોવા મળે છે પણ હાલના સમયમાં વાહનો તેમજ લાકડાની ચીજવસ્તુઓમાં આગ લાગવાની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા આવી ઘટનાઓને કાબૂ કરવા ભારે જહેમત ઉઠાવી કાબૂ મેળવી લેવાય છે, આવી જ એક ઘટના મોડાસા તાલુકાના પહાડપુર ગામે બની હતી, જ્યાં લાકડાના ઢગલામાં આગ લાગતા ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પહાડપુર ખાતે પટેલ નિરંજનભાઈ લક્ષમણભાઇ ના ખેતર માં અગમય કારણસર લાકડા ના મોટા ઢગલા માં આગ લાગતા ફાયરવિભાગ ને કોલ મળતા લીડિંગ ફાયરમેન -દિલીપ પારઘી ફાયર મેન ટિમ-પટેલ નિકુંજ, પટેલ પાર્થ, સુનિલ માવી ને સ્ટાફ સાથે સ્થળ પર પોહચી ને આગ પર કાબુ મેળવ્યો હતો.





