અરવલ્લીના મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ નવઘણ ભરવાડ ઓનલાઇન ગેમમાં પહેલા 8 લાખ અને ફરીથી 24 લાખ હારી જતા કોન્સટેબલ હતભ્રત ઘર છોડી દીધું
ઓનલાઈન ગેમ્સના રવાડે અનેક યુવાધન બરબાદીના પંથે ધકેલાઈ ચૂક્યું છે ઓનલાઇન ગેમમાં દેવાદાર બનેલ અનેક યુવકોએ આત્મહત્યાનો માર્ગ અખત્યાર કરી ચુક્યા છે ત્યારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સટેબલ ઓનલાઇન ગેમમાં 8 લાખ હારી ગયા પછી પણ નહીં સુધરતાં વધુ 24 લાખ રૂપિયા હારી જતા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મને બચાવી લો દેવાના દળદળમાંથી બહાર કાઢોનો વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી કોન્સટેબલ ગુમ થઇ જતા જીલ્લા પોલીસતંત્ર દોડતું થયું હતું અને કોન્સટેબલ અનિચ્છનીય પગલું ન ભરે તે માટે અનેક ટીમ બનાવી ઠેર ઠેર તપાસ હાથધરતાં સાબરકાંઠાના મજરા નજીકથી માનસિક અસ્વસ્થ હાલતમાં કોન્સ્ટેબલ મળી આવ્યો હતો
અરવલ્લી જીલ્લા ના મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીએ ઓનલાઈન ગેમ રમવાની લત માં રૂપિયા 24 લાખનું આંધણ કર્યા બાદ દેવાના ભાર નીચે દબાઈ પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરીને ઘર છોડી દેતા પરિવાર જનો અને પોલીસ દોડતી થઈ ગઈ હતી, પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગુમ થએલા પોલીસ કર્મીને શોધી કાઢી પરિવારને સુપ્રત કરતા હાશકારો અનુભવાયો હતો
અરવલ્લી જિલ્લાના પીપરાણા ગામના મૂળ વતની અને મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા નવઘણ ભાઈ ભરવાડ છેલ્લા કેટલાક અરસાથી ઓનલાઈન ગેમના રવાડે ચઢી ગયા હતા,આ લત ના કારણે અગાઉ રૂપિયા 8 લાખનું દેવું થઈ જતા આ દેવું માંડ માંડ પરિવારજનોએ ભરી દીધું હતું.પરંતુ ઓનલાઈન ગેમની ખરાબ લતે ચઢી ગયેલા આ પોલીસ કર્મીએ તાજેતરમાં જ રૂપિયા 24 લાખનું દેવું કરી દીધું હતું.દેવાના ભાર નીચે દબાઈ ગયેલા નવઘણ ભરવાડે 24 કલાક પહેલા મોબાઇલ પર વિડીયો બનાવી વાયરલ કરી દીધો હતો અને પોતાના મોબાઇલ ને સ્વીચ ઓફ કરી દઈ ઘર છોડી દીધું હતું.પોલીસકર્મી કોઈ અઘટિત પગલું ન ભરી બેસે તે માટે પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી પોલીસ કર્મીની શોધખોળ શરૂ કરી દેતા ટેક્નિકલ સર્વેલન્સ અને છેલ્લા મોબાઇલ લોકેશન પ્રમાણે મળેલી સચોટ વિગત લઈ પોલીસકમી નવઘણ ભરવાડ ને મજરા નજીકથી હસ્તગત કરી લીધો હતો.પોલીસે નવઘણ ભરવાડ ને તેના પરિવાર જનોને સુપ્રત કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે નવઘણ ભરવાડ નામના પોલીસકર્મીએ દેવામાંથી બહાર કાઢવા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ઉદ્દેશીને વિડીયો વાયરલ કર્યો હતો.





