33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines લોકસભાની ચૂંટણી પ્રચારનો કોંગ્રેસે શ્રી ગણેશ કર્યા : મોડાસામાં પ્રમુખ જગદીશ ઠાકોરના...

લોકસભાની ચૂંટણી પ્રચારનો કોંગ્રેસે શ્રી ગણેશ કર્યા : મોડાસામાં પ્રમુખ જગદીશ ઠાકોરના ભાજપ સરકાર પર ચાબખા,આક્રમક પ્રચાર કર્યો  

0
539

 

વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા પછી રહી રહી ને કોંગ્રેસ સક્રિય થઇ છે હવે લોકસભાની ચૂંટણી નજીક માં છે ત્યારે કોંગ્રેસ દ્વારા મોડાસા ખાતે જય ભારત સત્યાગ્રહ સંમેલન યોજાયું જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ,વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા જેમાં અમિત ચાવડા એ સંગઠન ને મજબૂત કરવા આહવાન કર્યું હતું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદિશ ઠાકોરે જણાવ્યું હતું કે આજથી મોડાસા ના વિશ્વકર્મા મંદિર થી કોંગ્રેસે લોકસભા ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે વધુમાં તેઓએ રાહુલ ગાંધી પર પુરણેશ મોદી દ્વારા કેસ કરાયો એ બાબતે હર્ષ સંઘવી પર તીખા વેંણ બોલી નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે રાહુલ ગાંધી પર સુરત માં કેમ કેસ થયો ? કારણકે હર્ષ સંઘવી સુરત ના છે અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના પહેલા ખોળા ના કહી ને ચાબખા માર્યા હતા

વધુમાં જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે આ સરકાર આરક્ષણ ના આંકડા જાહેર કરતી નથી જો જાહેર કરે તો સાચી હકીકત ખબર પડે કે ખરેખર ઓબીસી અનામત કેટલા ટકા છે એમ જણાવી દરેક ને લોકસભા ની ચૂંટણી માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું

આ કાર્યક્રમમાં બાયડ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા,મોડાસા પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર,ભિલોડાના પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારઘી ,અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર સહીત પ્રદેશ,જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિ ના અગ્રણી હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!