અરવલ્લી જીલ્લામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમો વારંવાર ઉઠી રહી છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડના તાલુકા વિકાસ અધિકારીએ મસમોટું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ કરી પંચાયત મંત્રીને પત્ર લખી સમગ્ર કૌભાંડની તપાસ કરી વિકાસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવેની માંગ કરતા બાયડ પંથકમાં ભારે ખળભળાટ મચ્યો છે બાયડ તાલુકામાં અધિકારીઓ અને પદાધિકારીઓ અનેક વાર સામસામે આવી ચુક્યા છે

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડને પત્ર લખી બાયડ તાલુકા વિકાસ અધિકારી પી.ટી. પાયગોડેએ જેમ પોર્ટલ પર ઓનલાઇન બીડીંગમાં મોટું કૌભાંડ આચર્યું છે આંતરિક કમિટીની મિટિંગ બોલાવ્યા વગર ખાનગી વ્યક્તિના લેપટોપ મારફતે જેમ પોર્ટલ પર ઓનલાઇન બિડિંગ કરાવી દીધું છે આ અંગે મને જાણ થતા આંતરિક કમિટીના અધિકારીઓને જાણ કરતા રાતોરાત ટીડીઓએ સહીઓ કરાવી લીઘી હોવાનું જાણવા મળ્યું હતું અને સમગ્ર કૌભાંડના મારી પાસે પુરાવા હોવાથી ટીડીઓ સામે કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી
બાયડ તાલુકા વિકાસ અધિકારી પી.ટી.પાયગોડે સામે ધારાસભ્ય
ધવલસિંહ ઝાલાએ કરેલ આક્ષેપ અંગે ટેલિફોનિક સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કરેલ આક્ષેપ અંગે સરકાર તપાસ કરાવશે અને જો કઈ ખોટું થયું હશે તો સરકાર પગલાં ભરશે અને સરકાર જે કાર્યવાહી કરે તે મંજુર હોવાનું જણાવ્યું હતું





