29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : ભિલોડાના સીમ વિસ્તારમાં ખેડૂતને સર્પે દંશ દેતા ખેડૂતનું કરૂણ મોત...

અરવલ્લી : ભિલોડાના સીમ વિસ્તારમાં ખેડૂતને સર્પે દંશ દેતા ખેડૂતનું કરૂણ મોત નિપજ્યું 

0
103

 

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં દિન-પ્રતિ-દિન ગરમીનો પ્રકોપ વધતા સાપ અને ઝેરી જીવજંતુઓ સીમ વિસ્તારોમાં ફરતા હોય ખેડૂતો અને પશુ-પાલકો ભયભીત છે.અમુક જ્યોતિષોએ આગાહી કરી છે કે,આ વર્ષે સર્પદંશ થી મૃત્યુદર વધશે તેમ જાણવા મળેલ છે.ભિલોડાના સીમ વિસ્તારમાં સર્પદંશથી ખેડૂત પુત્રનું મોત નિપજતા ધેરા શોકની કાલીમા પ્રસરી ગઈ હતી.

ભિલોડાના હાર્દસમા સીમ વિસ્તારમાં ખેતરમાં કામકાજ દરમિયાન ખેડૂત પુત્ર કાલીદાસ શંકરભાઈ મારીવાડ (રહેવાસી.ભિલોડા,જી.અરવલ્લી)  (આશરે ઉંમર-વર્ષ-૫૦) ખેડૂત ને સર્પે દંશ દેતા ખેડૂતનું પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું.પરીવારજનો અને સગાં-સબંધીઓ હૈયાફાટ રૂદન કરતા હતા.ખેડૂત પુત્રની અંતિમ યાત્રામાં અનેક લોકો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!