33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: ભિલોડા જય ભોલેનાથ પાર્ટી પ્લોટમાં ભારત વિકાસ પરિષદના નવીન હોદ્દેદારોનો શપથવિધિ...

અરવલ્લી: ભિલોડા જય ભોલેનાથ પાર્ટી પ્લોટમાં ભારત વિકાસ પરિષદના નવીન હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ યોજાયો

0
168

ભિલોડા જય ભોલેનાથ પાર્ટી પ્લોટમાં ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખાના નવિન પ્રમુખ પ્રણવ કે.પંચાલ અને હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ ધારાસભ્ય સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર યોજાયો

સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખાના નવનિયુક્ત પ્રમુખ પ્રણવભાઈ કે.પંચાલનો પદ ગ્રહણ સમારોહ યોજાયો હતો.
ભિલોડા-મેઘરજના લોકલાડીલા ધારાસભ્ય પી.સી.બરંડા,કારગીલ યુદ્ધ દરમિયાન શહીદ થયેલ શહીદ વીર જવાનના ધર્મ પત્ની ગં.સ્વ. કનુબેન કોટવાલ,પ.પુ.શ્યામસુંદરદાસ મહારાજ,મહંત સ્વામી કૃષ્ણ પ્રસાદદાસજી,ભારત વિકાસ પરિષદ ગુજરાત મધ્ય પ્રાંતના ઉપ પ્રમુખ પ્રકાશભાઈ કસવાલા,કોર કમિટી બોર્ડ મેમ્બર અશોકભાઈ કુલકર્ણી,સાં.કા બેંક વા. ચે. રાજેન્દ્રસિંહ ભાટી,પુર્વ સંગઠન મંત્રી ભાજપ પ્રભુદાસ પટેલ,અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય ઈન્દુબેન તબીયાર,બૈજુભાઈ ત્રિવેદી,હિતેન્દ્રસિંહ સિસોદિયા,ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાંતિભાઈ પટેલ,સરપંચ મુકેશભાઈ ત્રિવેદી,સામાજીક આગેવાનો હર્ષદભાઈ સોની,રામઅવતાર શર્મા,જગદીશભાઈ પટેલ,મુકેશભાઈ પંચાલ,બાબુસિંહ સિસોદિયા,વસંત પટેલ,જીત ત્રિવેદી,કલ્પેશ ચૌહાણ,ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખાના સર્વે કારોબારી સભ્યો,રાજકીય,સામાજીક આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન પ્રમુખ,ભિલોડા સિનિયર સિટીઝન ગ્રુપ,ભિલોડા ગૌ-રક્ષા સમિતિ,ધોલવણી યુથ ક્લબના હોદ્દેદારો,સામાજીક આગેવાનો,કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!