40 C
Ahmedabad
Thursday, March 28, 2024

અરવલ્લી : મોડાસા શહેર સહીત જીલ્લામાં ધો.12 સાયન્સનું પરિણામ નિરાશાજનક,A1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી નહીં,A2 ગ્રેડમાં 6 વિદ્યાર્થી


શૈક્ષણિક નગરી તરીકે જાણીતુ મોડાસા શહેરનું શિક્ષણક્ષેત્ર કથળી રહ્યું છે…!!
અરવલ્લી જિલ્લાનું પરિણામ 56.81%
ચાણક્ય હાઈસ્કૂલના 6 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો
મોડાસા કેન્દ્રનું પરિણામ 58.65%
ભિલોડા કેન્દ્ર નું પરિણામ 46.62%

ગુજરાત બોર્ડ દ્વારા વર્ષ-2023માં લેવાયેલ ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવતા છેલ્લા તેર વર્ષમાં સૌથી નિરાશાજનક પરિણામ ચાલુ વર્ષે 65.58 ટકા પરિણામ આવ્યું છે અરવલ્લી જીલ્લામાં ધો.12 સાયન્સમાં 56.81%,મોડાસા કેન્દ્રનું પરિણામ 58.65%, ભિલોડા કેન્દ્ર નું પરિણામ 46.62% પરિણામ આવ્યું છે જો કે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના એક પણ વિદ્યાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત નહીં કરતા શિક્ષણ તજજ્ઞો પણ ચિંતિત બન્યા છે મોડાસા શહેરની ચાણક્ય વિદ્યાલયની ચાર વિદ્યાર્થીનીઓ અને બે વિદ્યાર્થી A2 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છે

Advertisement

અરવલ્લી જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા માર્ચ 2023 બોર્ડની પરીક્ષામાં 1736 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાં બે વિદ્યાર્થી અગમ્ય કારણોસર પરીક્ષા આપી ન હતી આજે જાહેર થયેલ પરિણામ મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના વિદ્યાર્થીઓ માટે નિરાશાજનક રહ્યું હતું 1734 વિદ્યાર્થીઓમાંથી 983 વિદ્યાર્થી પાસ થયા હતા 753 વિદ્યાર્થીઓ નપાસ થતા નિરાશ થયા હતા

Advertisement

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું ઓછા પરિણામ માટે અનેક કારણો બહાર આવી રહ્યા છે જેમાં કોરોના સંક્રમણની અસર પ્રવર્તી રહી છે કોરોના દરમિયાન આપેલ માસ પ્રમોશન પણ એક કારણ છે. કોવિડ બેંચ તરીકે ઓળખાતી આ વખતે ધોરણ 12 સાયન્સના ત્રણથી વધારે વિષયમાં ફેઇલ થવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. આ સિવાય માસ પ્રમોશન બાદ વાલીઓએ તેમનાં બાળકોને સાયન્સમાં ભણાવવાનો હઠાગ્રહ રાખ્યો હોવાનું પણ માનવામાં આવે છે. જ્યારે કોવિડ બાદ પહેલીવાર પરીક્ષા આપી હોવાથી વિદ્યાર્થીઓને એની યોગ્ય પ્રેક્ટિસ પણ કરી ન હતી સહીત અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!