27.1 C
Gujarat
Monday, September 14, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા શહેરમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સનો કબ્જો, ચાર રસ્તા પર વીજડીપીમાં શોર્ટ...

અરવલ્લી : મોડાસા શહેરમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સનો કબ્જો, ચાર રસ્તા પર વીજડીપીમાં શોર્ટ સર્કિટ થતા નજીક લાગેલ હોર્ડિંગ્સમાં ભીષણ આગ

0

મોડાસા શહેરના હાર્દસમા ચાર રસ્તા પર હોર્ડિંગ્સમાં આગ વહેલી સવારે લાગતા જાનહાની ટળી, ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યોમો
મોડાસા શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર હોર્ડિંગ્સથી ગમે તે ઘડીએ અકસ્માતનો ભય
મોડાસા શહેરના માર્ગો પર ઠેર ઠેર લાગેલ હોર્ડિંગ્સથી કબ્જો જમાવી દીધો છે નગરપાલિકા તંત્ર ગેરકાયદેસર હોર્ડિંગ્સ દૂર કરે તે ખુબ જરૂરી

મોડાસા શહેરમાં ઠેર ઠેર હોર્ડિંગ્સના બોર્ડ લગાવી દેવામાં આવતા જાણે શહેરને હોર્ડિંગ્સ લગાવનાર લોકોએ બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મોડાસા શહેરના માર્ગો પર ખડકાયેલા હોર્ડિંગ્સ લગાવનાર લોકો સામે નગરપાલિકા તંત્ર પગલાં લઇ તાકીદે ઉભું કરેલ હોર્ડિંગ્સનું જંગલ દૂર કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે મોડાસા શહેરના ચાર રસ્તા પર વીજડીપીમાં શોર્ટ સર્કિટ થતા નજીકમાં લગાવેલ હોર્ડિંગ્સમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી હતી ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે

મોડાસા શહેરમાં લાગેલ કાયદેસર અને ગેરકાયદેસર હોર્ડિંગ્સ જીવલેણ સાબિત થઇ શકે છે શહેરના તમામ રોડ રસ્તાઓ પર મોટા મોટા હોર્ડિંગ્સ લગાવેલા છે, અને તેમાંને કેટલાય હોર્ડિંગ્સની પ્લેટ પડુ પડું થઇ રહી છે વાવાઝોડાની શક્યતાઓ છે, અને તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલા ભરવામાં તો આવી રહ્યા છે, પણ શહેરમાં જે રીતે મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા છે, તેને હટાવવાની પણ શહેરીજનોએ માંગ કરી છે,,, શહેરના તમામ ભીડભાડ વાડા વિસ્તારોમાં આવા જીવલેણ હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે,, મોડાસાના ચાર રસ્તા, માલપુર રોડ, શામળાજી રોડ, બસ સ્ટેશન તેમજ કોલેજ રોડ વિસ્તારમાં આવા જીવલેણ હોર્ડિંગ્સ સત્વરે હટાવાય તેવી સ્થાનિક લોકોએ માંગ કરી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!