33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ મહેશ્વરી ક્રેકર્સ અગ્નિ કાંડ : દેવકીનંદન મહેશ્વરી ચાર શ્રમિકોના મોતને મામલે કોર્ટે...

મહેશ્વરી ક્રેકર્સ અગ્નિ કાંડ : દેવકીનંદન મહેશ્વરી ચાર શ્રમિકોના મોતને મામલે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા

0
151

મોડાસા-હિંમતનગર રોડ પર લાલપુર કંપા નજીક આવેલી મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં ભયાવહ વિસ્ફોટ પછી ભીષણ આગમાં ગોડાઉનમાં સેન્ટીંગનું કામકાજ કરી રહેલા ચાર શ્રમિકો ભડથું થતા ગોડાઉન માલિક મહાદેવ મહેશ્વરી અને દેવકીનંદન મહેશ્વરી સામે માનવવધ નો ગુન્હો દાખલ થતા બંને આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ઘટનાના 15 દિવસ પછી જીલ્લા એલસીબી પોલીસે દેવકીનંદન મહેશ્વરીને મોડાસામાં તેના ઘર નજીકથી ઝડપી પાડી નામદાર કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે દેવકીનંદન મહેશ્વરીને ગુરુવારે મોડાસા શહેરના પાવનસીટી રોડ પર આવેલ તેના ઘરેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી શુક્રવારે આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે આરોપી દેવકીનંદન માહેશ્વરીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!