32.2 C
Gujarat
Wednesday, August 26, 2026
Home HeadLines અમેરિકા : ગાઝા પટ્ટી પર અમેરિકા કબજો કરશે…’ નેતન્યાહૂ સાથે મુલાકાત બાદ...

અમેરિકા : ગાઝા પટ્ટી પર અમેરિકા કબજો કરશે…’ નેતન્યાહૂ સાથે મુલાકાત બાદ ટ્રમ્પની જાહેરાતથી ખળભળાટ

0

ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ બુધવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે લાંબી વાતચીત થઈ. 20 જાન્યુઆરીએ પદ સંભાળ્યા બાદ ટ્રમ્પની કોઈ વિદેશી નેતા સાથેની આ પહેલી મુલાકાત હતી.

ટ્રમ્પની મોટી જાહેરાત
મુલાકાત બાદ બંનેએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે અમેરિકા ગાઝા પટ્ટીની માલિકી લઈ લે અને તેનો વિકાસ કરે. અમેરિકા યુદ્ધગ્રસ્ત પેલેસ્ટિનિયન પ્રદેશ ગાઝા પટ્ટી પર કબજો કરશે અને તેનો વિકાસ કરશે. અને અમે તેની માલિકીના હકો પણ જાળવી રાખીશું. જોકે ટ્રમ્પની આ જાહેરાતથી ચોક્કસ પણે દુનિયાભરના મુસ્લિમ દેશોની ચિંતા વધશે અને પેલેસ્ટાઈન માટેની તેમની લડત નબળી પડશે.

નેતન્યાહૂએ સૂરમાં સૂર પરોવ્યાં
ટ્રમ્પની સાથે ઇઝરાયલના વડા પ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ કહ્યું કે રિપબ્લિકન નેતાનો વિચાર ઇતિહાસ બદલી શકે તેમ છે અને ટ્રમ્પ ગાઝા માટે એક અલગ ભવિષ્યની કલ્પના કરી રહ્યાં છે. અમેરિકન પ્રમુખે હ્યું, “અમે ગાઝા પર અમારો અધિકાર સ્થાપિત કરીશું અને ત્યાંના તમામ ખતરનાક બોમ્બ અને અન્ય શસ્ત્રોના નાશની જવાબદારી લઈશું. અમે નાશ પામેલી ઇમારતોને તોડી પાડીશું અને એક એવો આર્થિક વિકાસ કરીશું જે લોકોને અમર્યાદિત નોકરીઓ અને નિવાસ પ્રદાન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!