37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત દાહોદ : સ્ટાફ નર્સ ભરતી કૌભાંડ મામલે વિરોધના સૂર, ઝાલોદ મામલતદાર ને...

દાહોદ : સ્ટાફ નર્સ ભરતી કૌભાંડ મામલે વિરોધના સૂર, ઝાલોદ મામલતદાર ને આવેદન પત્ર

0
92

અંકિત ચૌહાણ
હાલમાં યોજાયેલી સ્ટાફ નર્સ ભરતી પ્રક્રિયા ને લઇને ફરીથી વિવાદ સર્જાયો છે, ત્યારે સરકારને વિવિધ સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે. યુવાનો દ્વારા ભરતી પ્રક્રિયા મામલે કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. ન્યાય સમિતિ દ્વારા દાહોદ જિલ્લામાં પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.

સ્ટાફ નર્સ ની ભરતી પ્રક્રિયા ને લઇને દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મામલતદાર મારફતે સ્ટાફ નર્સ ન્યાય સમિતિના કાર્યકરો,આગેવાનો દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ઉદેશીને રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા તા. 09/02/25 ના રોજ લેવામાં આવેલ સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં થયેલ ગેરરીતિ, કૌભાંડ બાબતે CID દ્વારા તપાસ કરવામાં આવે. આ સાથે જ ભરતી તટસ્થ રીતે ફરીથી કરવામાં આવે તેવી પ્રબળ માગણી કરવામાં આવી હતી. આ તબક્કે સ્ટાફ નર્સ ન્યાય સમિતિના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ઝાલોદ મામલતદાર ને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!