અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવે છે, તે પોલિસ નાછૂટકે પકડતી હોય તેવા કિસ્સાઓ અને ચર્ચાઓ સતત ચાલતી હોય છે. મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારમાં પણ આટલો દારૂ અને ચરસ-ગાંજાનું વેંચાણ થાય છે, પણ પોલિસને સાપ સૂંઘી ગયો હોય, તેમ જાણે કંઈ દેખાતું જ ન હોય તેવું લાગે છે. 21 માર્ચના રોજ મોડી રાત્રે મોડાસા શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલી ઝમઝમ સોસાયટીના પાછળની ભાગે ખુલ્લી જગ્યામાંથી પોલિસે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલિસ પહોંચી ત્યાં ત્યાં કોઈ નહોતું, તેવી ચર્ચાઓ હતી.
મોડાસા ટાઉનની બહાદૂર પોલિસની સરાહનીય કામગીરીના જેટલા વખાણ કરો, તેટલા ઓછા છે. મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારમાં કોઈ અન્ય એજન્સી દારૂ કે અન્ય જથ્થો પકડે, એટલે ટાઉનની ટીમ સક્રિય થઈ જાય છે અને ખાનાપૂર્તિ કાર્યવાહી કરવાની વાહવાહી લૂંટી લેતી હોય છે. એટલું જ નહીં છેલ્લે તો બિનવારસી દારૂનો જથ્થો પણ મળી જતો હોય છે. આવો જ ઘાટ ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારમાં ઘડાયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારની ઝમઝમ સોસાયટી નજીક ખુલ્લી જગ્યામાં પોલિસને દારૂ હોવાની જાણ થાય છે, પોલિસ પોહોંચે છે અને કેટલીક પેટી મળી આવે છે. મોડાસા પોલિસે વિદેશી દારૂ અને બિયરની કુલ 157 બોટલ મળી હતી, પોલિસે આશરે કુલ 20,000 રૂ. થી વધારેનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલિસે બાતમી આપવારે દારૂની વિગતોની જાણકારી આપી, પણ દારૂ કોણ લાવ્યું, તેની કોઈ વિગત સામે નહીં આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે. પોલિસે પકડી પાડેલ દારૂ બાતમીદારનો હોવાવી ચર્ચાઓ ચાલતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.





