25.6 C
Gujarat
Wednesday, September 16, 2026
Home HeadLines અરવલ્લી : માલપુરની વાત્રક નદીમાં બપોરના સમયે ન્હાવા પડેલા 3 કિશોર ડૂબ્યા,ત્રણેય...

અરવલ્લી : માલપુરની વાત્રક નદીમાં બપોરના સમયે ન્હાવા પડેલા 3 કિશોર ડૂબ્યા,ત્રણેય કિશોર માલપુર કસબા વિસ્તારના રહીશ 

0

અરવલ્લી જિલ્લામાં નદીમાં ન્હાવા પડતા યુવકોના ડુબવાની વિવિધ ઘટનાઓ બનતી હોય છે અને ફરી એક વાર ન્હાવા પડતા ત્રણ કિશોર ડૂબ્યા હોવાની ઘટના બની છે અને ત્રણેય યુવકો મૃત્યુ પામ્યા હતા જેમાં મળતી માહિતી મુજબ માલપુર ની વાત્રક નદીમાં જુના પુલ પાસે ત્રણ મિત્રો બપોરના સમયે સાથે ન્હાવા ગયા હતા તે દરમિયાન ત્રણે કિશોર ન્હાવા પડતા ત્રણે ડૂબ્યા હતા અને મૃત્યુ પામ્યાં હતા ડુબવાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ એ ત્રણેય લાશ ને બહાર કાઢી હતી ત્રણે મૃતદેહો ને પીએમ માટે માલપુર સીએચસી ખસેડયા હતા ત્રણે મૃતક યુવકો માલપુર કસબા વિસ્તાર ના હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી ઘટના ની જાણ થતા માલપુર પોલિસ ઘટના સ્થળે પોહચી હતી. ઘટના ને લઇ લોકોના ટોળાં ઉમટ્યા હતા. મૃતક કિશોરમાં સુલતાન ઈમ્તિયાઝ દીવાન 14 વર્ષ તેમજ રોનક સમજુ ભાઈ ફકીર 12 વર્ષ,સાહબાઝ સીરાઝ પઠાણ 14 વર્ષ હોવાનું સામે આવ્યું હતું. ત્રણે સગીરના મૃત્યુ થી પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!