27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી: મોડાસા-ધનસુરા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રક પલટી જતાં...

અરવલ્લી: મોડાસા-ધનસુરા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રક પલટી જતાં ભીષણ આગ, 1 નું મોત

0
119

અરવલ્લી જિલ્લાના મોડાસા ધનસુરા હાઈવે છાશવારે અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મોડાસા ધનસુરા હાઈવે પર ભયજનક વળાંક અને કેટલીક ખામીઓને કારણે આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Mera Gujarat (@meragujarat)

અરવલ્લીના હિન્દુપુરા નજીક ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ઘટના મોડાસા – ધનસુરા હાઈવે પર બની હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં અકસ્માત પછી ટ્રક પલટી મારી ગઈ હતી. ત્યારબાદ ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં, મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મોડાસા ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતની ઘટના એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હોવાના પણ અહેવાલો છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 ની ટીમને પણ જાણ કરી હતી. સમગ્ર મામલે ધનસુરા પોલિસે તપાસ હાથ ધરી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!