28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: ‘પ્રોટેસ્ટ કેપ’ સાથે માલપુર માં લાલજી ભગતનો ભારે વિરોધ, CCTV કેમેરા...

અરવલ્લી: ‘પ્રોટેસ્ટ કેપ’ સાથે માલપુર માં લાલજી ભગતનો ભારે વિરોધ, CCTV કેમેરા લગાવવાની માંગ

0
176

હાલ સુરક્ષાની વાતો ચાલી રહી છે, ઠેર-ઠેર સીસીટીવી કેમેરા લાગી રહ્યા છે. પોલિસ દ્વારા પણ નેત્રમ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવાવમાં આવી રહ્યા છે. લોકોની સુરક્ષા, ટ્રાફિક નિયમન થાય તે માટે આ પ્રોજેક્ટની અમલવારી અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહી છે. માલપુર ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા ન હોવાથી કેટલીકવાર ગુનાહિત પ્રવૃત્તિઓ થવા છતાં, તેના સુધી પહોંચવામાં યોગ્ય પુરાવા નથી મળી શકતા. આ વચ્ચે ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખે અનોખો વિરોધ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Mera Gujarat (@meragujarat)

માથે સુત્રોચ્ચાર લખેલ કાગળની ટોપી પહેરી, શરીરે સ્ટીકર લગાવી, માઈક પર એનાઉન્સ કરતા-કરતાં વિરોધ વ્યક્ત કર્યો હતો. માલપુર ચોકડી પર લાલજી ભગતે સીસીટીવી કેમેરા લગાવવાની માંગ સાથે હાથમાં ત્રિરંગો રાખીને વિરોધ દર્શાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, માલપુરનું તંત્રો નિંદ્રાધિન છે, જેને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. થોડા દિવસ પહેલા પોલિસ પર ફાયરિંગની ઘટના ઘટી હતી, ત્યારે આવી ઘટનાઓને ડામવા માટે લાલજી ભગતે, ભારે વિરોધ કર્યો હતો. ઘટનાને પગલે પોલિસે લાલજી ભગતની અટકાયત કરી હતી.

લાલજી ભગતના અનોખા વિરોધને લઇને એક સમયે રમૂજ જેવા દ્રશ્યો સર્જાયા હતા, લાલજી ભગતના અનોખા વેશને જોવા માટે લોકો પણ રોકાઈ ગયા હતા, જોકે આખરે ખ્યાલ આવ્યો કે, લોકોની સુરક્ષા માટે અહીં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. તંત્ર દ્વારા અહીં સીસીટીવી કેમેરા લાગશે કે, કેમ તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!