37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ ઉડતા અરવલ્લી : મોડાસા રૂરલ પોલીસે MD ડ્રગ્સ સાથે ટીંટોઈ અને સરવણાના...

ઉડતા અરવલ્લી : મોડાસા રૂરલ પોલીસે MD ડ્રગ્સ સાથે ટીંટોઈ અને સરવણાના બેને દબોચ્યા

0
44
  • બેરોજગારીને કારણે શિક્ષિત યુવાઓ દારૂ-ડ્રગ્સના રવાડે
  • જીલ્લામાં મેફેડ્રોન ડ્રગ્સના નશાના રવાડે યુવાધન બરબાદીના પંથે,ડ્રગ્સનું નેટવર્ક તોડવું પોલીસ માટે ચેલેન્જ રૂપ સાબિત થઇ રહ્યું છે
  • જીલ્લામાં દેશી-વિદેશી દારૂ, ગાંજો, ચરસના નશા પછી મ્યાઉં મ્યાઉં ડ્રગ્સના ચૂંગાલમાં યુવાઓ
  • ડ્રગ્સ સાથે ઝડપાયેલ બંને યુવકો ડ્રગ્સના બંધાણી

ગુજરાત જાણે ઉડતા પંજાબ બની રહ્યું હોય તેમ ડ્રગ્સનું દૂષણ યુવા વર્ગમાં સતત વધી રહ્યું છે. અમદાવાદ જેવા મેટ્રો સિટીથી માંડીને ગામડાઓ સુધી દારૂ ડ્રગ્સનુ દૂષણ વકર્યુ છે. બુટલેગરો- ડ્રગ્સ પેડલરોને ખાખીનો ડર રહ્યો નથી. ખુલ્લેઆમ વેચાણ થતાં યુવાઓ ડ્રગ્સના નશા તરફ વળી રહ્યાં છે. આ કારણોસર મોડાસા સહીત અરવલ્લી જીલ્લામાં નશાના બંધાણીઓની સંખ્યામાં દિનેદિને વધારો થઇ રહ્યો છે

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગાંજો, ચરસ, અને ડ્રગ્સનો વેપલો કરનાર પેડલરો અને નશેડીઓ સામે ગાળિયો કસ્યો છે મોડાસા રૂરલ પોલીસે મોડાસા-મેઘરજ રોડ પર વાહનોનું સઘન ચેકીંગ હાથધરી વર્ના કારમાંથી 2.64 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે યુવકોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા બંને યુવકો સાળો -બનેવી થતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

અરવલ્લી જીલ્લામાં માલેતુજાર નબીરાઓ અને પરિવારોમાં પાર્ટી ડ્રગ્સ તરીકે જાણીતા મ્યાઉં મ્યાઉં ડ્રગ્સના નશાનો ક્રેઝ યુવાનોમાં દેખાદેખી વધી રહ્યો છે ડ્રગ્સનો નશો કરનાર કેટલાક યુવક -યુવતીઓ ડ્રગ્સના નશાના ખર્ચને પહોંચી વળવા પેડલર બની યુવાઓને એમડી ડ્રગ્સના રવાડે ચઢાવી રહ્યા છે

મોડાસા રૂરલ પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા મેઘરજ બાયપાસ રોડ નજીક મેઘરજ તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું મેઘરજ તરફથી શંકાસ્પદ ઝડપ સાથે આવતી વર્ના કારને અટકાવી કાર ચાલક
સોહેલ હુસેન અજીજ મન્સૂરી (રહે, સરવણા, હિંમતનગર) અને તેની બાજુમાં બેઠેલા ફૈઝાન રહીમ સાબલીયા (રહે, ટીંટોઈ, મોડાસા)ની પૂછ પરછ કરતા બંને પેડલર ગભરાઈ જતા પોલીસે બંનેની તલાસી લેતા ફૈઝાન રહીમ સાબલીયાએ પહેરેલ જેકેટના અંદરના ભાગના ખિસ્સામાંથી 26 હજારથી વધુનું 2.64 ગ્રામ મેફેડ્રોન મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી બંને પેડલેરને દબોચી લઇ 5.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!