વર્લ્ડ કપ અંડર 19 ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર અરવલ્લી જિલ્લાના પનોતા પુત્ર ખીલન પટેલ અંડર 19 ટીમને વિજેતા બનાવવા ઉત્કૃષ્ટ ઓલરાઉન્ડર પ્રદર્શન કરી સમગ્ર દેશમાં અરવલ્લી જિલ્લાને સન્માન અપાવ્યું છે અરવલ્લી જીલ્લા સહિત મોડાસા શહેરમાં રાજકીય અગ્રણીઓ, સેવાકીય અગ્રણીઓ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા યુવા ક્રિકેટર ખીલન પટેલનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે
મોડાસાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર, મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ, મોડાસા નાગરિક બેંકના ચેરમેન પ્રજ્ઞેશ ગાંધી,સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જાણીતા બિલ્ડર દિલીપ પટેલ, સબલપુર પંચાયતના સરપંચ, વોલ્વા સરપંચ, મોડાસાના વેપારી ગણ વગેરે દ્વારા ખીલન પટેલને શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી આગામી સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ વતી રમી વર્લ્ડ કપ વિજેતા થાય એવી શુભકામના પાઠવી હતી ખીલન પટેલ અને તેનો પરિવાર સમગ્ર જીલ્લામાં ઠેર ઠેર સ્વાગત અને શુભેચ્છા મુલાકાતથી ભાવુક બન્યો હતો દરરોજ અનેક યુવક ક્રિકેટરો અને ક્રિકેટ પ્રેમીઓ ખીલન પટેલની મુલાકાત કરી ગૌરવ અનુભવી રહ્યા છે



