35.7 C
Gujarat
Sunday, July 19, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી 37.14 લાખના દારુ સાથે 52.49 લખાનો મુદ્દામાલ...

અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી 37.14 લાખના દારુ સાથે 52.49 લખાનો મુદ્દામાલ ઝડપ્યો, ટ્રક ડ્રાઈવર જેલમાં

0
15

બુટલેગર ટ્રકમાં દારૂ ભરી આપી ટ્રકનું પાયલોટીંગ કરી દારૂ ગાંધીના ગુજરાતમાં ઠાલવવાના મનસૂબા પર પાણી ફર્યું

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજા પ્રોહિબિશનની અમાલવારી માટે પોલીસતંત્રને સખ્ત સૂચનાના પગલે દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે શામળાજી પોલીસ અણસોલ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા નાના-મોટા વાહનોનું સઘન ચેકિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરી ટ્રકમાં ફ્રુટીના બોક્સની આડમાં ઘૂસાડાતો 37.14 લાખના વિદેશી દારૂ સહિત 52.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ડ્રાઇવર ખેપિયાને દબોચી લીધો હતો

શામળાજી PI એસ.એસ.માલ તેમની ટીમ સાથે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પર રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ અને ચેકિંગ હાથધરતા રાજસ્થાન તરફથી ઉત્તરાખંડ પાસિંગનો ટ્રક ફ્રુટીના બોક્સની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરી ગુજરાતમાં ઠાલવવા નીકળ્યો હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારીત ટ્રક આવતા અટકાવી તલાસી લેતા ટ્રકમાં ફ્રૂટી બોક્સની પાછળ સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-10356 કિં.રૂ. 3714228/- નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક ઇલ્તાફ સબ્બીર ફકીર (રહે,સાહસપુર-ઉત્તરાખંડ) દબોચી લઇ વિદેશી દારૂ, ટ્રક,મોબાઈલ સહિત મુદ્દામાલ મળી કુલ રૂ.52.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં દારૂ ભરી આપી સ્વિફ્ટ કારમાં દારૂ ભરેલી ટ્રકનું પાયલોટીંગ કરનાર અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!