Some Populer Post

  • Home  
  • એલીમ્કો દ્વારા એસેસમેન્ટ થયેલ સાધનો વિતરણમાં વિલંબ: દિવ્યાંગોને તાત્કાલિક સહાય માટે અરવલ્લી કલેક્ટર અને સાંસદને રજૂઆત
- ગુજરાત

એલીમ્કો દ્વારા એસેસમેન્ટ થયેલ સાધનો વિતરણમાં વિલંબ: દિવ્યાંગોને તાત્કાલિક સહાય માટે અરવલ્લી કલેક્ટર અને સાંસદને રજૂઆત

[…]

81Y6PwA9S L. AC UF10001000 QL80

સાબરકાંઠા-અરવલ્લી ફિઝિકલ હેન્ડીકેપ્ડ વેલફેર મંડળ દ્વારા એલીમ્કો (ALIMCO) દ્વારા કરવામાં આવેલ એસેસમેન્ટ મુજબ દિવ્યાંગોને આપવાના સાધનો હજી સુધી ન મળતા તાત્કાલિક વિતરણ કરવા માંગ સાથે જિલ્લા કલેક્ટર, સાંસદ તથા મંત્રી પી.સી. બરંડાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મંડળે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, અંદાજે દોઢ વર્ષ પહેલાં અરવલ્લી જિલ્લાના દિવ્યાંગ ભાઈ-બહેનો માટે હલન-ચલનમાં સહાયરૂપ સાધનોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. તેમાં ઈ-ટ્રાયસિકલ, ઈ-વ્હિલચેર, સામાન્ય વ્હિલચેર, જયપુર ફૂટ, કેલિપર અને દ્રષ્ટિહીન માટે સેન્સર સ્ટિક સહિતના સાધનો માટે નોંધણી કરી પાવતી પણ આપવામાં આવી હતી. છતાં આજદિન સુધી આ સાધનો લાભાર્થીઓને મળ્યા નથી, જેના કારણે દિવ્યાંગોમાં ભારે નિરાશા ફેલાઈ છે.

IMG 20260211 151712.jpg scaled
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; module: h;
hw-remosaic: 0;
touch: (-1.0, -1.0);
modeInfo: ;
sceneMode: Night;
cct_value: 0;
AI_Scene: (12, -1);
aec_lux: 231.52637;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;

મંડળે સાંસદને વિનંતી કરી છે કે તેઓ કેન્દ્ર સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરી પી.એમ.ઓ. ગ્રાન્ટ ફાળવવામાં સહાય કરે અને દિવ્યાંગોને તાત્કાલિક સાધનો વિતરણ થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરે. સાથે જ મંડળે સાંસદને રૂબરૂ મળવા માટે સમય અને તારીખ ફાળવવાની પણ માંગણી કરી છે, જેથી સમગ્ર મુદ્દા અંગે વિગતવાર રજૂઆત કરી શકાય.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page