સીઆઇટીયુ તરફથી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન આશા વર્કર કિસાન સભા ડીવાયએફઆઇ તરફથી દેશ વ્યાપી હડતાલના સમર્થનમાં રેલી યોજાઇ હતી યોજાઈ હતી પ્રથમ ટાઉનહોલ ખાતે મીટીંગ કરવામાં આવી હતી અને પછી રેલી યોજાઇ હતી ગગન ભેદી નારાઓથી જબરજસ્ત માહોલ જામ્યો હતો. આશરે 1000 જેટલી બહેનોએ અને 50 જેટલા ખેડૂતો આગેવાનો તેમજ 15 થી 20 જેટલા નવ જવાનોએ આ રેલીમાં ભાગ લીધો હતો પ્રથમ મિટિંગમાં યુનિયન આગેવાનોએ સંબોધન કર્યું હતું સીઆઇટીયુના જિલ્લા મંત્રી ડાયાભાઈ જાદવ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ ઊર્મિલાબેન પરમાર સીઆઇટીયુના જિલ્લા ઉપ પ્રમુખ ચંદ્રપાલ સિંહ મહિલા આગેવાન રમીલાબેન વગેરે સંબોધન કર્યું હતું. આજની આ રેલીની આગેવાની સીઆઇટીયુના આગેવાનો અને કિસાન આગેવાનો ભલાભાઇ ખાંટ,મહેન્દ્રસિંહ પગી,રાકેશભાઈ તરાર,રાકેશ પરમાર,સનાભાઇ તરાર,વિષ્ણુ વણઝારા ખાસ, ચેતનસિંહ, વિજયસિંહ હાજર રહ્યા હતા આજે અરવલ્લી આંગણવાડીના 1428 કેન્દ્રની કાર્યકર અને તેડાગર બહેનો માસ સીએલ મૂકીને હડતાલ પર ઉતરી હતી અને રેલી સફળ બનાવી હતી



